Not Set/ ક્રિકેટ અને ફૂટબોલ વર્લ્ડકપ રમનારી એકમાત્ર ખેલાડી એલિસ પેરીની સુંદરતા કોઇ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી, જુઓ Photos

એલિસ પેરી (Ellyse Perry) એક એવી ક્રિકેટર છે જે માત્ર તેની રમત માટે જ નહીં પરંતુ તેની સુંદરતા અને સ્ટાઈલ માટે પણ જાણીતી છે. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીની સુંદરતા એવી છે કે તે ક્રિકેટર હોવાની સાથે-સાથે મોડલ કે અભિનેત્રીથી ઓછી દેખાતી નથી.

Sports
એલિસ પેરી

એલિસ પેરી (Ellyse Perry) એક એવી ક્રિકેટર છે જે માત્ર તેની રમત માટે જ નહીં પરંતુ તેની સુંદરતા અને સ્ટાઈલ માટે પણ જાણીતી છે. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીની સુંદરતા એવી છે કે તે ક્રિકેટર હોવાની સાથે-સાથે મોડલ કે અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. એલિસ પેરીની દરેક સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવે છે.

એલિસ પેરી

આ પણ વાંચો – LLC T20 / ઈમરાન તાહિરે માત્ર 19 બોલમાં ફટકાર્યા 52 રન, મુશ્કિલ સમયમાં ટીમને અપાવી જીત

એલિસ પેરી (Ellyse Perry) ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની મહત્વની ખેલાડી છે. તે ઓલરાઉન્ડર છે અને બોલિંગની સાથે બેટિંગ પણ કરે છે. આપને જાણીને નવાઈ લાગશે કે એલિસ પેરી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની સાથે ફૂટબોલની રાષ્ટ્રીય ટીમનો પણ ભાગ રહી ચુકી છે. તેણે 16 વર્ષની ઉંમરે પોતાના દેશ માટે ક્રિકેટની સાથે ફૂટબોલમાં પણ ડેબ્યૂ કર્યું હતું. તે વિશ્વની પ્રથમ ખેલાડી છે જે ICC ક્રિકેટ વર્લ્ડ કપ તેમજ ફૂટબોલનાં FIFA વર્લ્ડ કપનો ભાગ રહી છે.

એલિસ પેરી

એલિસ પેરીએ મહિલા T20 ક્રિકેટમાં 1000 રન બનાવ્યા અને 100 વિકેટ પણ લીધી. ટેસ્ટ મેચમાં 213 રનની મોટી ઇનિંગ રમવાનો મોટો રેકોર્ડ એલિસ પેરીનાં નામે છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં 150 વિકેટ લેનારી ત્રીજી ખેલાડી છે. તે 2007માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે જોડાઈ હતી. આ વર્ષે તેણે T20, ODI અને ટેસ્ટમાં પણ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે માત્ર 16 વર્ષની હતી.

એલિસ પેરી

આ પણ વાંચો – U19 World Cup / ભારતીય ટીમે યુગાન્ડાને 326 રનથી હરાવી રચ્યો ઈતિહાસ, આ ફોર્મેટમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત

એલિસ પેરી (Ellyse Perry) એ અત્યાર સુધીમાં 253 મેચ રમી છે, જે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ છે. એલિસ પેરીનો જન્મ 3 નવેમ્બર 1990 નાં રોજ સિડની, ઓસ્ટ્રેલિયામાં થયો હતો. એલિસ પેરીએ 2015 માં રગ્બી પ્લેયર મેટ ટોમુઆ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2020 માં દંપતી અલગ થઈ ગયા હતા. એલિસ પેરી મેદાનની બહાર તેની સુંદરતા માટે જાણીતી છે. તે ઘણા કાર્યક્રમોમાં ભાગ લેતી રહે છે.