IPL 2021/ ચેન્નઈ વિરુદ્ધ રાહુલ One Man Army સાબિત થયો, ઓરેન્જ કેપ પર જમાવ્યો કબ્જો

આ મેચમાં એક ખેલાડીનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. આ ખેલાડીએ એકલા હાથે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સનાં હોશ ઉડાવી દીધા હતા. આ ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલ છે.

Sports
1 21 ચેન્નઈ વિરુદ્ધ રાહુલ One Man Army સાબિત થયો, ઓરેન્જ કેપ પર જમાવ્યો કબ્જો

IPL 2021 માં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ઘણી રસપ્રદ રહી હતી. એક બાજુ ચેન્નઈ સુપર કિંગ્સ, આ સીઝનમાં બીજા નંબરની ટીમ બની હતી, જ્યારે બીજી બાજુ પંજાબ કિંગ્સની ટીમ હતી જે ટોપ-4 ની રેસમાંથી બહાર હતી. જો કે મેચમાં એક ખેલાડીનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. આ ખેલાડીએ એકલા હાથે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સનાં હોશ ઉડાવી દીધા હતા. આ ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલ છે.

આ પણ વાંચો – Cricket / T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ટીમનાં ટ્રેનરે લીધો અલગ થવાનો નિર્ણય

આ IPL મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 134 રન બનાવી શકી હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ અને ક્રિસ જોર્ડન પંજાબ તરફથી 2-2 વિકેટ લઈને સૌથી સફળ બોલર સાબિત થયા. બીજી તરફ રવિ બિશ્નોઈએ ધોનીને બોલ્ડ કરીને મોટી સફળતા હાંસલ કરી હતી જ્યારે મોહમ્મદ શમીએ પણ એક વિકેટ લીધી હતી. આ પછી, જ્યારે લક્ષ્યનો પીછો કરવાની વાત આવી ત્યારે પંજાબ કિંગ્સનાં કેપ્ટન અને ઓપનર કેએલ રાહુલ ‘વન મેન આર્મી’ સાબિત થયા. પંજાબ કિંગ્સે પોતાની પ્રથમ બે વિકેટ એક જ ઓવરમાં 46 રનમાં ગુમાવી હતી જ્યારે ત્રીજી વિકેટ 80 રનનાં સ્કોર પર પડી હતી. પરંતુ આ મુશ્કેલ પીચ પર એકમાત્ર કેએલ રાહુલ હતા જે એક અલગ જ શૈલીમાં જોવા મળ્યા હતા. રાહુલે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી અને તે પછી પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. જો કે પંજાબે રાહુલની સદી થાય તેના બે રન પહેલા મેચ જીતી લીધી હતી પરંતુ રાહુલે 42 બોલમાં અણનમ 98 રને લોકોનું દિલ જીતી લીધુ હતુ. તેની ઇનિંગમાં 7 ચોક્કા અને 8 છક્કા સામેલ હતા. આ સાથે કેએલ રાહુલે IPL 2021 માં 600 રનનો આંકડો પણ પાર કરી લીધો છે. હાલમાં તેની પાસે ઓરેન્જ કેપ છે. આ પહેલી વાર નથી જ્યારે રાહુલે આ કારનામો કર્યો હોય. IPL ની છેલ્લી ચાર સીઝનમાં, રાહુલે સતત ચાર વખત 500 રનનો આંકડો પાર કર્યો છે, જેમાંથી તેણે ત્રણ વખત 600 રનનો આંકડો પાર કર્યો છે. અહીં આંકડા છે…

IPL 2018 – 659 રન

IPL 2019 – 583 રન

IPL 2020 – 668 રન

IPL 2021 – 626 રન

વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ પણ તૂટી ગયો

આ સિવાય લોકેશ રાહુલે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને પંજાબ કિંગ્સનાં ભૂતપૂર્વ કેપ્ટન વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ પણ તોડ્યો હતો. IPL નાં કેપ્ટનો દ્વારા લક્ષ્યનો પીછો કરતા અણનમ રહીને સૌથી વધુ રન બનાવનાર કેપ્ટનોમાં લોકેશ રાહુલે સેહવાગને પાછળ છોડી દીધો છે. તે ટોચનાં ક્રમાંકિત વિરાટ કોહલીથી 10 રન પાછળ રહી ગયો. આ કિસ્સામાં ટોચનાં-3 ખેલાડીઓ છે.

આ પણ વાંચો – અંશુ મલિકે ઇતિહાસ રચ્યો / વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પહેલવાન બની

વિરાટ કોહલી – પુણે સામે 108 અણનમ – IPL 2016

કેએલ રાહુલ – ચેન્નાઈ સામે અણનમ 98 – IPL 2021

વીરેન્દ્ર સહેવાગ – ચાર્જર્સ સામે અણનમ 94 – IPL 2008

ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચ પંજાબ કિંગ્સની આ સિઝનમાં છેલ્લી લીગ મેચ હતી. ચેન્નઈનાં ફાફ ડુ પ્લેસિસે પણ આ મેચમાં 76 રનની ઈનિંગ રમી હતી, જેની સાથે તે હવે ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને આવી ગયો છે.