મની લોન્ડરિંગ અંગે ઇડીની પૂછપરછમાં એનસીપી નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે તેમને ખબર નથી કે ઇકબાલ મેમણ અને ઇકબાલ મિર્ચી એક જ વ્યક્તિ છે. તેમણે દાવો કર્યો છે કે ડ્રગ માફિયા સાથે સોદો થોડા વર્ષો તેમના એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો જે હવે હયાત નથી. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતા મેમણ વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં પટેલને 12 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
પટેલ પરિવારની પ્રમોટર કંપની પર પ્રશ્નો
મિલેનિયલ ડેવલપર્સ કંપની, પટેલ પરિવાર અને મિર્ચીના પરિવાર વચ્ચેના કાનૂની કરાર અંગે તપાસ ચાલી રહી છે. ઇડી હવે ફારૂક પટેલ નામના શખ્સની શોધમાં છે જેણે પટેલ અને મિર્ચી વચ્ચે સોદો કરાવ્યો હતો. મિર્ચીના સંબંધી મુખ્તાર પટકાની પૂછપરછ દરમિયાન ફારૂકનું નામ સામે આવ્યું હતું. પટકા ભારતમાં મિર્ચીની જમીન બાબતોનો વ્યવહાર કરતો હતો. પટેલે ઇડી સામે ફારુકને ઓળખતા હોવાની કબૂલાત આપી છે.
મિર્ચીના પરિવારે 5 કરોડ આપ્યા
અધિકારીઓએ કહ્યું છે કે મિર્ચીએ 1985 માં વરલીમાં જમીનના પ્લોટ પર કબજો કર્યો હતો. આ પ્લોટ પટેલ પરિવારનો હતો. મિર્ચીએ ત્યાં ડિસ્કો થેક શરૂ કર્યો અને અહીંથી ડ્રગ્સનો ધંધો ચલાવ્યો. બાદમાં ધરપકડ ટાળવા માટે તે વિદેશ ભાગી ગયો હતો. 1999 માં, ડિસ્કો બંધ થઈ ગયો અને મિલેનિયમ ડેવલપર્સે મિર્ચીની પત્ની હજીરા સાથે સંપૂર્ણ પ્લોટ વિકસાવવાનો સોદો કર્યો. કંપનીએ અહીં સીજે હાઉસ નામની 15 માળની ઇમારત ઉભી કરી અને તેમાંથી બે માળ હજીરા અને તેના બે પુત્રોને આપ્યાં હતા. મિર્ચીનું 2013 માં લંડનમાં અવસાન થયું હતું.
ઇડીના અધિકારી અને પટેલ પાસે મિલેનિયમ ડેવલપર્સના મિર્ચીની પત્ની અને પુત્રો પાસેથી 5 કરોડ રૂપિયા લેવાની બાબતમાં પૂછપરછ કરી છે. પટેલે તેમને કહ્યું હતું કે આ નાણાં મકાનની જાળવણી માટે લેવામાં આવ્યા હશે. ઇડી એક સામાન્ય મિત્ર દ્વારા પ્રફુલ પટેલ અને મિર્ચી વચ્ચેની વાતચીતની પણ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.