વરસાદ/ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતનાં આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી

સુરત જિલ્લા કલેક્ટરે જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તા. 11 અને તા. 12 ના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જાહેર કરવામાં આવી છે.

Top Stories Surat
સુરત જિલ્લા કલેક્ટરે જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તા. 11 અને તા. ભારે વરસાદની

ગુજરાત રાજયમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસેલો વરસાદ અને વિસ્તારોને ઘમરોળી રહ્યો છે. ત્યારે સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત જિલ્લા કલેક્ટરે જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તા. 11 અને તા. 12 ના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જાહેર કરવામાં આવી છે. બે દિવસ સુરતને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા. 13થી 15 પણ ખુબ જ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તા. 13થી તા. 15 સુધીમાં સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકેએ  ટ્વિટર મારફતે આ માહિતી આપી છે. તમામ નાગરિકોને સતર્કતા રાખવા અપીલ કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલ નકશામાં દ. ગુજરાતના 5 જિલ્લાઓ રેડ એલર્ટ હેઠળ દર્શાવાયા છે.

પૌરાણિક / યયાતિ પુત્રી માધવી – સ્ત્રીના જાતીય શોષણની પૌરાણિક કથા