દાદરા નગર હવેલી/ દૂધમાં મિલાવટની આશંકા! નરોલીમાંથી 40 હજાર લિટર દૂધ ભરેલા બે ટેન્કર સાથે 3 ઝડપાયા

નરોલીમાં પોલીસે દૂધ ભરેલા બે ટેન્કર ઝડપાયા છે, આ ટેન્કરમાં 40 હજાર દૂધ  મિલાવટવાળુ હોવાની આશંકા હોવાથી પોલીસે તેને જપ્ત કરી છે

Top Stories Gujarat
10 31 દૂધમાં મિલાવટની આશંકા! નરોલીમાંથી 40 હજાર લિટર દૂધ ભરેલા બે ટેન્કર સાથે 3 ઝડપાયા
  • દાદરા નગર હવેલીના નરોલીમાંથી 40 હજાર લિટર દૂધ ભરેલા બે ટેન્કર ઝડપાયા
  • દુધમાં મિલાવટ થતી હોવાની આશંકા
  • પોલીસે 28 લાખના મુદ્દામાલ સાથે  3ની ધરપકડ કરી

દાદર નગર હવેલનીના નરોલીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નરોલીમાં પોલીસે દૂધ ભરેલા બે ટેન્કર ઝડપાયા છે, આ ટેન્કરમાં 40 હજાર દૂધ  મિલાવટવાળુ હોવાની આશંકા હોવાથી પોલીસે તેને જપ્ત કરી છે, બાતમીના આધારે બે ટેન્કરને અટકાવવામાં આવી હતી અને સઘન કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેના અંતર્ગત  પોલીસે આ ટેન્કરની તપાસ કરી હતી અને મિલાવટવાળુ દૂધ હોવાની પ્રબળ આશંકા હોવાથી 3 આરોપીઓની ધરપકડ કરી છે,આ અંગે હાલ આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે 28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યું છે.