Not Set/ સોનું 42 હજારની સપાટી વટાવી 40500 પર પરત ફર્યુ, પેટ્રોલ-ડીઝલનાં ભાવોની સતત આગેકુચ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ? મોંઘવારીનો સતત માર સોનું -આગ ઝરતી તેજી પેટ્રોલ-ડીઝલ – કુદકે વધતા ભાવ શેરબજારમાં – ચહલ-પહલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પરિણમી છે. જો આવુ થાય તો વિશ્વ આખું યુદ્ધનાં આગોશમાં આવી જતા વાર લાગશે નહીં. આ પરિસ્થિતિને પગલે ભારતમાં મોંઘવારી કૂદકેને ભુસકે વધી રહી છે. બંને દેશો વચ્ચે […]

Top Stories Business
GOLD સોનું 42 હજારની સપાટી વટાવી 40500 પર પરત ફર્યુ, પેટ્રોલ-ડીઝલનાં ભાવોની સતત આગેકુચ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ?
  • મોંઘવારીનો સતત માર
  • સોનું -આગ ઝરતી તેજી
  • પેટ્રોલ-ડીઝલ – કુદકે વધતા ભાવ
  • શેરબજારમાં – ચહલ-પહલ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પરિણમી છે. જો આવુ થાય તો વિશ્વ આખું યુદ્ધનાં આગોશમાં આવી જતા વાર લાગશે નહીં. આ પરિસ્થિતિને પગલે ભારતમાં મોંઘવારી કૂદકેને ભુસકે વધી રહી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ભયંકર તણાવની અસરના પગલે સોનાનાં, પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં સતત વધારો જોવામા આવી રહ્યો છે. સાથો સાથ શેરબજારમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે, 10 ગ્રામ સોનાનાં ભાવએ રૂપિયા 42 હજારની સપાટી વટાવી દીધા પછી આજે 40500 પર પરત ફર્યો છે.

Image result for petroleum"

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ચોથા દિવસ પણ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં ચાર દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર 40 પૈસા અને ડીઝલમાં પ્રતિલિટર 55 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. આ સાથે શેરબજારમાં પણ સતત ચહલ-પહલલ જોવા મળી રહી છે. નિફ્ટી અને સેન્સેક્સ સતત અપડાઉનની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

Image result for SENSEX"

એકતરફ સરકાર દ્વારા ભારતનાં અર્થતંત્રને ઉભું કરવા માટેની કસરતો શરુ કરી દેવામાં આવી છે, જેથી કરીને આ વખતનાં રાષ્ટ્રીય બજેટમાં સરકાર દેશની પાયાની કહી શકાય તેવી બેરોજગારી, મોંધવારી જેવી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે અને અર્થતંત્રના ઉથ્થાન માટેનાં સચોટ પગલા ભરી શકે, ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ સંદર્ભે પૂર્વે પણ ઘણા પગલા ભરી હાથપગ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઇને કોઇ કારણે સરકાર અર્થતંત્રને બેઠુ કરવામાં સફળ રહી નથી.

આ પણ જુઓ :

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.