Mehsana news/ મહેસાણામાં ખોદકામ દરમ્યાન જૈન ભગવાનની મુર્તિઓ મળી

મહેસાણામાં જૈન ભગવાનની મુર્તિઓ મળી.  કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન મુર્તિ મળી. થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી.

Top Stories Gujarat Others

Mehsana News: મહેસાણામાં જૈન ભગવાનની મુર્તિઓ મળી.  કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન મુર્તિ મળી. થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી. ખાળકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી. 13 જેટલી મૂર્તિઓ જમીનના પેટાળમાંથી મળી.

અગાઉ ઈડરીયા ગઢ પરથી નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂર્તિઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂર્તિઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂર્તિઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ. ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂર્તિ સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં

આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી