Not Set/ ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી, વિજાપુરમાં મહિલા થઈ સંક્રમિત

ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આ મહિલા આવી હતી.

Top Stories Gujarat Others
ઓમિક્રોન
  • ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી
  • મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત
  • ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવેલ મહિલા
  • ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 5 કેસ નોંધાયા

ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને મોટા ભાગના રાજ્યોમાં પોતાની દસ્તક આપી દીધી છે. ઓમિક્રોન ના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે, મહારાષ્ટ્ર અને કેરળમાં આ નવા પ્રકારના 4-4 નવા દર્દીઓ મળી આવ્યા હતા, ત્યારબાદ તમિલનાડુમાં પણ એક કેસ નોંધાયો હતો. તે જ સમયે, દિલ્હીમાં ઓમિક્રોનના વધુ ચાર કેસ નોંધાયા છે. ત્યારે હવે ઓમિક્રોન ગુજરાતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક દુષ્કર્મના આરોપીને સજા એ મોતનો હુકમ

તાજેતરની મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આ મહિલા આવી હતી. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોન ના 5 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :રાજકોટમાં બની બે અલગ અલગ અકસ્માતની ઘટના, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

આ બાજુ દક્ષિણ આફ્રિકા કે જ્યાંથી આ નવા વેરિએન્ટની શરૂઆત થઈ છે ત્યાંના ડોક્ટર એન્જેલિક કોએત્ઝી જે સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન છે. તેમનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ ખાસ તકલીફ હજુ સુધી જોવા મળી નથી. વિશેષજ્ઞ પણ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. દર વખતે કોવિડ-19 ના વાયરસમાં ફેરફાર જોવા મળે છે આથી તેના પર રિસર્ચ ચાલુ છે.

ડેલ્ટા અને ઓમિક્રોન ના દર્દીઓમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે પરંતુ ઓમિક્રોનમાં એક લક્ષણ એવું જોવા મળે છે જે અન્ય લક્ષણો કરતા એકદમ અલગ છે.

આ પણ વાંચો :નવસારીમાં પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગેહાથ ઝડપી, પછી કર્યું આવું…

ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં ખુબ શારીરિક દુખાવો જોવા મળી રહ્યો છે. આવા લોકોના શરીરના દરેક ભાગમાં ખુબ વધુ તકલીફ થાય છે. ડોક્ટર અનબન પિલ્લે જે સાઉથ આફ્રિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થમાં કામ કરે છે. તેમના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત દર્દીઓને રાતના સમયે ખુબ પરસેવો થાય છે. આ સાથે જ દુ:ખાવો પણ ખુબ થાય છે. જ્યારો ઓમિક્રોન વેરિએન્ટનો વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણી ઈમ્યુન સિસ્ટમ તેની સામે લડવા માટે તૈયાર થાય છે. આ ઈન્ફ્લેમેશનના કારણે જ શારીરિક દુખાવો જોવા મળે છે. પરંતુ અહીં તમને જણાવીએ કે ઓમિક્રોનથી પ્રભાવિત દર્દીઓમાં તેના અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. એટલે કે દરેક દર્દીમાં ઉધરસ કે તાવ જેવી તકલીફો જોવા મળતી નથી.

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સંખ્યા , ડિસ્ચાર્જ દર્દીઓના આંક જેટલી નોંધાઈ