kangna ranaut/ વિક્રમાદિત્યએ કંગનાને ચોમાસામાં પેદા થતા દેડકા જેવી ગણાવી

હિમાચલપ્રદેશની સીટ પર બન્ને આમને સામને ઉભા રહ્યા છે

Top Stories India
Beginners guide to 2024 04 18T150454.656 વિક્રમાદિત્યએ કંગનાને ચોમાસામાં પેદા થતા દેડકા જેવી ગણાવી

Himachalpradesh News : લોકસભાની ચૂંટણી શરૂ થવામાં ફક્ત એક દિવસ બચ્યો છે. હિમાચલ પ્રદેશની મંડી સંસદીય સીટ પર કોગ્રેસના વિક્રમાદિત્ય સિંહ અને બીજેપીની કંગના રનૌત સામ સામે ઉભા રહ્યા છે. જેવામાં વિક્રમાદિત્યએ કંગના પર નિશાન સાંધીને તેને વરસાદના દેડકા જેવી ગણાવી છે.

વિક્રમાદિત્યએ કુલ્લુમાં કહ્યું હતું કે કંગના રનૌત વરસાદનો દેડકો છે. તે આજે અહીં ચે કાલે મુંબઈ જતી રહેશે. તે વરસાદમાં આવતા દેડકા જેવી છે.

વધુમાં વિક્રમાદિત્યએ કહ્યું કે ચૂંટમી પ્રચાર દરમિયાન કંગના જે રીતે વેશભૂષા પહેરી રહી છે તેનાથી એવું લાગે છે કે તે કોઈ પિલ્મનું શુટિંગ કરી રહી ચે. વેશભૂષા બદલીને તે સ્થાનિક લોકોનું દિલ ન જીતી શકે કે લોકાના દિલ જીતી શકે. હિમાચલ પ્રદેશમાં હાલમાં આબોહવા સારી છે અને કંગના તેની મઝા લેવા આવી છે. બે ત્રમ મહિના બાદ તે બિસ્તરા પોટલા બાંધીને મુબંઈ જતી રહેશે. આજકાલ તેમી પિલ્મો સારી ચાલતી નથી એટલા માટે તે અહીં છે.

2014 માં મોદી લહેરમાં મંડી સીટ બીજેપીના ખાતામાં આવી ગઈ હતી. જ્યારે રામસ્વરૂપ શર્માએ પ્રતિભા સિંહને 40 હજાર વોટથી હાર આપી હતી. આ ચૂંટણીમાં બીજેપીએ લોકસભાની ચારેય સીટો જીતી લીધી હતી. બાદમાં 2019માં બીજેપી જીતી હતી અને સિટીંગ સાસંદ રામસ્વરૂપ શર્માએ કોંગ્રેસના આશ્રય શર્માને ચાર લાખ વોટના મોટા અંતરથી હરાવ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહારાષ્ટ્રની રાજનીતિમાં અદ્ભુત ડ્રામા, મિત્રો બન્યો શત્રુ અને બન્યો દુશ્મનો મિત્ર બનીને પ્રચાર કરી રહ્યા છે

આ પણ વાંચો:77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે, જાણો યુએનના રિપોર્ટમાં શું છે નવો ખુલાસો?

આ પણ વાંચો:સલમાનખાનને લોરેન્સ બિશ્નોઈ કઈ વાતની સજા આપવા માંગે છે