Not Set/ NEET પરીક્ષાનાં એક દિવસ પહેલા બે ઉમેદવારોએ મોતને કર્યુ વહાલુ

  રાષ્ટ્રીય પ્રવેશ અને પાત્રતા પરીક્ષણ (NEET) નાં એક દિવસ પહેલા જ તમિલનાડુમાં બે ઉમેદવારોની આત્મહત્યાનાં સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર ધ્રુજી ઉઠ્યું છે. કોરોના સંકટ વચ્ચે મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અત્યંત સ્પર્ધા રાષ્ટ્રીય પરીક્ષા NEET રવિવારે યોજવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગત વર્ષે NEET ની પરીક્ષામાં નિષ્ફળ ગયેલા ધર્મપુરીનાં એક સ્ક્રેપ […]

India
b2f1d30b3411551eae10796a49b47c0b NEET પરીક્ષાનાં એક દિવસ પહેલા બે ઉમેદવારોએ મોતને કર્યુ વહાલુ
b2f1d30b3411551eae10796a49b47c0b NEET પરીક્ષાનાં એક દિવસ પહેલા બે ઉમેદવારોએ મોતને કર્યુ વહાલુ 

રાષ્ટ્રીય પ્રવેશ અને પાત્રતા પરીક્ષણ (NEET) નાં એક દિવસ પહેલા જ તમિલનાડુમાં બે ઉમેદવારોની આત્મહત્યાનાં સમાચાર સામે આવ્યા બાદ સ્થાનિક તંત્ર ધ્રુજી ઉઠ્યું છે. કોરોના સંકટ વચ્ચે મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અત્યંત સ્પર્ધા રાષ્ટ્રીય પરીક્ષા NEET રવિવારે યોજવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, ગત વર્ષે NEET ની પરીક્ષામાં નિષ્ફળ ગયેલા ધર્મપુરીનાં એક સ્ક્રેપ વેપારીનાં પુત્ર અને ગત વર્ષે NEET પાસ કર્યા પછી પ્રતીક્ષા યાદીમાં આવેલી મદુરાઇની 19 વર્ષિય યુવતીએ આત્મહત્યા કરી દીધી છે. પોલીસનાં જણાવ્યા મુજબ, મહિલાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે તે પરીક્ષાને લઇને આશંકા હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, “યુવતીએ 2017 માં ધોરણ 12 પૂર્ણ કર્યુ હતુ અને ગત વર્ષે તેણે NEET ક્લીયર કર્યું હતું. તે વેઈટિંગ લિસ્ટમાં હતી. તેના પિતા સબ ઈન્સપેક્ટર છે અને માતા સરકારી કર્મચારી છે.”

કહેવામાં આવી રહ્યું છે કે, મદુરાઇનાં આ 19 વર્ષીય પરીક્ષકે નબળા પ્રદર્શનનાં ડરથી આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ જોતીશ્રી દુર્ગા તરીકે થઈ છે અને તેણે તેના ઘરે પંખે લટકીને મોતને વ્હાલુ કર્યુ હતુ. પોલીસે જણાવ્યું કે મૃતદેહમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં મૃતકે કથિત રૂપે લખ્યું હતું કે તેને પરીક્ષામાં ખરાબ પ્રદર્શનનો ડર હતો. આ ઘટનાનાં થોડા દિવસો અગાઉ, અન્ય એક પરીક્ષકે રાજ્યનાં એરિયાલુર જિલ્લામાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.