Not Set/ અમદાવાદ : નિલેશના નામના યુવકની ક્રુર હત્યાના કેસ અંગે તેની જ પત્નીએ કરી આ કબુલાત, જુઓ

અમદાવાદ, અમદાવાદના આનંદનગર વિસ્તારના રાજ એપોર્ટમેન્ટમાં રહેતા નિલેશના નામના યુવકની ક્રુર ઘાતકી હત્યાના કેસમાં એક ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં ગ્રાફિક ડીઝાઈનર તરીકે કામ કરતા યુવકની હત્યા તેની જ પત્ની અને તેના પ્રેમીએ કરી હોવાની સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી પુછપરછમાં મૃતક યુવકની પત્ની પુજાએ ચોંકાવનારી કબુલાત કરી હતી કે, તેના પ્રેમીએ […]

Gujarat

અમદાવાદ,

અમદાવાદના આનંદનગર વિસ્તારના રાજ એપોર્ટમેન્ટમાં રહેતા નિલેશના નામના યુવકની ક્રુર ઘાતકી હત્યાના કેસમાં એક ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં ગ્રાફિક ડીઝાઈનર તરીકે કામ કરતા યુવકની હત્યા તેની જ પત્ની અને તેના પ્રેમીએ કરી હોવાની સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી પુછપરછમાં મૃતક યુવકની પત્ની પુજાએ ચોંકાવનારી કબુલાત કરી હતી કે, તેના પ્રેમીએ જ હત્યા કરવા માટે સ્ટીક લાવી આવી હતી. પ્રેમ સંબંધોના કારણે જ પતિની હત્યા કરી હતી. અને હત્યા કર્યા બાદ લોહીથી ખરડાયેલા કપડાં કચરાની પેટીમાં નાખી આવ્યા હતા.

હકીકતમાં, શહેરના આનંદનગર સ્તિથ રાજ એપાર્ટમેન્ટમાં રહેતા નીલેશ ગોસ્વામીએ પુજા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બંને પતિ પત્ની ગ્રાફિક ડીઝાઈનર તરીકે કામ કરતા હતા. ત્યારે પુજાને પડોશમાં રહેતા વેદાંગ પંચાલ સાથે અનૈતિક સંબંધો કળવાયા હતા. આ દરમિયાન વેદાંગ અને પુજાએ નીલેશની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે એવી કલ્પના કરી હતી કે નીલાશની હત્યા કર્યા બાદ બંને લગ્ન કરી લેશે. જોકે હત્યા કર્યાનો ભાંડો ફુટી ગયો હતો.

પુજા અને વેદાંગે પોલીસની પુછપરછમાં કબુલાત કરી હતી કે, અમે નિલેશની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું .તે પહેલાં પુજા સતત ટીવી ચેનલ પર આવતી ક્રાઈમ સીરીયલ નિયમીત રીતે નિહાળતી હતી. હત્યા કરવાનું કાવતરું પાર પાડવા માટે વેદાંગે બપોરે લાકડીની સ્ટીક લઈને પુજાને આપી હતી અને રાત્રે નિલેશ ઘરે આવીને ઉંઘી ગયો હતો. ત્યારે રાત્રીના બે વાગે વેદાંગ ચુપકીદી પૂર્વક પુજાના ઘરમાં ઘુસી ગયો હતો અને નિન્દ્રાધીન નિલેશના માથા પર વેદાંગે સ્ટીકનો જોરદાર ફટકો માર્યો હતો. આ સમયે પુજાએ પણ સ્ટાકનો એક ફટકો નિલેશના માથાના ભાગે મારી દીધો હતો. ત્યારબાદ નીલેશના મોંઢા પર ઓશીકાથી દબાણ આપી ગુંગળાવીને હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ નિલેશની લાશને બાથરુમમાં મુકી આવ્યા હતા. ત્યારબાદ વેદાંગ અને પુજાએ લોહીથી ખરડાયેલા કપડાં બદલી નાખ્યા હતા. જે કપડાં અને સ્ટીક લઈને વેદાંગ ફરાર થઈ ગયો હતો અને કચરા પેટીમાં નાખી દીધા હતા. ત્યારબાદ વેદાંગ નજીકના સંબંધીની ખબર કાઢવા માટે ખાનગી હોસ્પિટલમાં જતો રહ્યો હતો. અગાઉના પ્લાન મુજબ પુજા પણ ઈજાગ્રસ્ત નિલેશને લઈ તે જ હોસ્પિટલમાં પહોંચી હતી.

આ કેસમાં ચોંકાવનારી બાબત એ હતી કે, વેદાંગ ઘોરણ દશ સુધી ભણેલો છે. જે કુંવારો છે.કોઈ નોકરી કે ધંધો કરતો નથી. તેની માતા સિલાઈ કામ કરીને આવક મેળવે છે. પુજાને તેના પતિની હત્યા કર્યાનો કોઈ અફસોસ પણ નથી. અને રાત્રે પુજાએ ભરપેટ ભોજન કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.