Not Set/ પરીનું આ ટીઝર જોઇને તમે છળી મરશો

મુંબઇ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘પરી’ નું ડરામણું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.અનુષ્કા શર્માના પોતાના પ્રોડક્શન હાઉસે બનાવેલી પરી એક હોરર ફિલ્મ છે. અને અનુષ્કાના બિહામણા લુકનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરીનું આ ત્રીજુ ટીઝર છે અને તેની ટેગલાઇન પણ બીજા ટીઝર જેવી જ છે : This is not a fairytale ટીઝરની શરૂઆત યુગલના ચિત્રોથી […]

Entertainment

મુંબઇ

અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘પરી’ નું ડરામણું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.અનુષ્કા શર્માના પોતાના પ્રોડક્શન હાઉસે બનાવેલી પરી એક હોરર ફિલ્મ છે. અને અનુષ્કાના બિહામણા લુકનું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

પરીનું આ ત્રીજુ ટીઝર છે અને તેની ટેગલાઇન પણ બીજા ટીઝર જેવી જ છે : This is not a fairytale

ટીઝરની શરૂઆત યુગલના ચિત્રોથી થાય છે અને અંત બિહામણી સ્ત્રીથી થાય છે.ટીઝરમાં અનુષ્કા યુવકને એક હાથથી ઉઠાવે છે અને તેની પર બુમો પાડે છે.આ દ્રશ્ય પણ બિહામણું છે.અનુષ્કાન લોહીથી લથબથ ચહેરો પર ટીઝરમાં ભારે બિહામણો લાગે છે.

પરીમાં અનુષ્કાની સાથે બંગાળી અભિનેતા પરમબ્રત ચેટર્જી પણ જોવા મળશે.

ઉલેખનીય છે કે આ ફિલ્મનું શુટિંગ કોલકતા અને મુંબઈમાં થયું છે.પરી પહેલા  2 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ત્યારબાદ અનુષ્કાએ તેની રિલીઝ ડેટ 2 માર્ચ કરી દીધી છે. પરી ફિલ્મ હોળીની રજાઓમાં રિલીઝ થશે.