Not Set/ ટાઇગર માત્ર સારો મિત્ર જ છે, તેની સાથે કેમેસ્ટ્રી જામે છે : દિશા પટની 

મુંબઈ,  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિશા પટનીએ અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મ કરી છે. મૂળ ઉત્તરાખંડની રહેવાસી અને બરેલીમાં અભ્યાસ કરનાર દિશા એક સમયે એરફોર્સ અધિકારી બનવા માંગતી હતી. જાકે, મોડલિંગની દુનિયામાંથી તે ફિલ્મોમાં આવી ગઈ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેના અભિયનની લોકોએ પ્રશંસા કરી હતી.  અત્યારે તે પોતાની આગામી ફિલ્મ બાગી-૨ને લઈ ચર્ચામાં છે. ખાસ વાત […]

Entertainment

મુંબઈ, 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દિશા પટનીએ અત્યાર સુધી માત્ર એક જ ફિલ્મ કરી છે. મૂળ ઉત્તરાખંડની રહેવાસી અને બરેલીમાં અભ્યાસ કરનાર દિશા એક સમયે એરફોર્સ અધિકારી બનવા માંગતી હતી. જાકે, મોડલિંગની દુનિયામાંથી તે ફિલ્મોમાં આવી ગઈ. ધોનીધ અનટોલ્ડ સ્ટોરીમાં તેના અભિયનની લોકોએ પ્રશંસા કરી હતી.  અત્યારે તે પોતાની આગામી ફિલ્મ બાગી-૨ને લઈ ચર્ચામાં છે.

Related image

ખાસ વાત એ છે, કે આ ફિલ્મમાં તે પોતાના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે રોમાન્સ કરતી નજરે પડશે. જાકે, ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ દિશાએ ટાઈગર સાથેના પોતાના સંબંધના અહેવાલને અફવા ગણાવી છે.

Related image

દિશાએ જણાવ્યુ કે, ટાઈગર માત્ર મારો એક સારો મિત્ર છે અમે બાળપણથી એકબીજાના ખૂબ જ સારા મિત્ર છીએ. જ્યારે તમારો બાળપણનો મિત્ર હિરો બનીને તમારી સાથે ફિલ્મમાં હોય તો સેટ પર કામ કરવાની મજા આવે તે સ્વાભાવિક છે. આજ કારણ છે કે મારી તેની સાથે કેમેસ્ટ્રી પણ સારી જામે છે. અમે એકબીજાની વાતોને ખૂબ જ સરળતાથી સમજી લઈએ છીએ

Related image

દિશાએ વધુમાં જણાવ્યુ હતું કે, જ્યાં સુધી ટાઈગર સાથે પ્રેમ અને રોમાન્સની વાત છે તો હું આવી અફવા તરફ ધ્યાન આપતી નથી. જો મેં આ પ્રકારની વાતો પર ધ્યાન આપવાનુ શરુ કર્યુ તો હું કામ કરી શકીશ નહીં. જેથી મને આવી વાતોથી કોઈ ફરક પડતો નથી.

Related image

Related image