નવી દિલ્હી
નીરજ પાંડેની ડાયરેક્ટ કરેલી ફિલ્મ ઐયારી પર ઘણા લાંબા સમયથી ખતરો મંડરાઈ રહ્યો હતો. પરંતુ હવે આ ફિલ્મને સેન્સર બોર્ડની લીલી ઝંડી મળી ગઈ છે. ઐયારી ફિલ્મ ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

ઐયારી ફિલ્મને પદ્માવત ફિલ્મના લીધે તેની રિલીઝ ડેટ બદલવી પડી હતી. ત્યારબાદ રિલીઝ ડેટની સાથે-સાથે સેન્સર બોર્ડની તલવાર પણ લટકતી હતી. પહેલા ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી એ પછી રિલીઝ ડેટ બદલીને ૯ ફેબ્રુઆરી કરી હતી. ઐયારી ફિલ્મની ફાઈનલ રિલીઝ ડેટ ૧૬ ફેબ્રુઆરી નક્કી થઇ ગઈ હતી પરંતુ હજુ સેન્સર બોર્ડમાં આ ફિલ્મ અટકેલી પડી હતી. આ ફિલ્મમાં લશ્કરી સેનાના દ્રશ્યો બતાવામાં આવ્યા છે તેથી રક્ષા મંત્રાલયની પરવાનગી મળે નહિ ત્યાં સુધ રાહ જોવી પડે તેમ હતું. જોકે રક્ષા મંત્રાલયએ પણ લીલી ઝંડી બતાવી દીધી હતી.
સેન્સર બોર્ડ અને રક્ષા મંત્રાલય એમ બંને તરફથી લીલી ઝંડી મળી જતા ફિલ્મ મેકર્સ ખુશ થઇ ગયા હતા.ઐયારી ફિલ્મનો લીડ રોલ કરનારા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને પોતાની ખુશી તેના ફેન્સ સાથે શેર કરી હતી.
https://twitter.com/S1dharthM
And It's a smooth road ahead to #AiyaaryOnFeb16! 😀😀Thank you #CBFCIndia and MOD @neerajpofficial @S1dharthM @BajpayeeManoj @Pooja_Chopra_ @AnupamPkher @ShitalBhatiaFFW @RelianceEnt @aiyaary @adgpi pic.twitter.com/4t4mKiR66Z
— Rakul Singh (@Rakulpreet) February 6, 2018
ઐયારી નો મતલબ કોઈ પણ પરિસ્થિતિનો હિંમત હાર્યા વગર સામનો કરવો તેવો થાય છે.આ ફિલ્મનું સ્ટાર કાસ્ટ ખુબ જ આકર્ષક અને અલગ છે કેમ કે ક્લાસિક એક્ટર મનોજ બાજપાયી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક સાથે જોવા મળશે. આ ઉપરાંત લીડ હિરોઈનના રોલમાં સાઉથની ઘણી ફિલ્મમાં નજર આવતી રાકુલ પ્રીત સિંહ દેખાશે.

વધુમાં ફિલ્મ વિશે જણાવીએ તો આર્મીના બે ઓફિસરની સ્ટોરી દર્શાવી છે. આ બંને ઓફિસરના વિચારો એકબીજાથી નથી મળતા આવતા અને તેઓ પોતપોતાની રીતે કામ કરે છે. આ ફિલ્મની સ્ટોરીમાં એક ગુરુ અને શિષ્ય ની હકીકત જિંદગી કેવી હોય છે તે જોવા મળશે.
