Not Set/ બોલીવુડની આ એક્ટ્રેસ થઇ ‘રેયર કેન્સર’ની શિકાર આવી રીતે લડી રહી છે જિંદગી સામે જંગ

  બોલીવુડની ફિલ્મોમાં જેવી કે, વિરપ્પન, જૈસ વોટર, કસૂર, જેવી ફિલ્મો અને મોડેલિંગમાં કામ કરી ચૂકેલી લીઝા રે મલ્ટિપલ માઈલોમા નામના કેન્સર સામે જંગ લડી રહી છે, આ કેન્સર એક રેયર કેન્સર તરીકે માનવામાં આવે છે. ૪ એપ્રિલ ૧૯૭૨માં લીઝા રે નો જન્મ કેનેડા શહેરના ટોરંટોમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. આજે લીઝા રે ૪૫ […]

Entertainment

 

બોલીવુડની ફિલ્મોમાં જેવી કે, વિરપ્પન, જૈસ વોટર, કસૂર, જેવી ફિલ્મો અને મોડેલિંગમાં કામ કરી ચૂકેલી લીઝા રે મલ્ટિપલ માઈલોમા નામના કેન્સર સામે જંગ લડી રહી છે, આ કેન્સર એક રેયર કેન્સર તરીકે માનવામાં આવે છે. ૪ એપ્રિલ ૧૯૭૨માં લીઝા રે નો જન્મ કેનેડા શહેરના ટોરંટોમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. આજે લીઝા રે ૪૫ વર્ષની થઈ ગઈ છે.

લીઝા રેને જે કેન્સેર થયું છે તેને ખુબ જ રેયર માનવામાં આવે છે. તેમને વર્ષ ૨૦૦૯માં તે પસાર થઈ હતી અને આજે પણ તેનો ઈલાજ ચાલે છે. વર્ષ ૨૦૧૦માં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું, આ સેલ ટ્રાન્સપ્લાન્ટથી તેમના બ્લડમાં વાઈટ બ્લડ સેલ્સમાં બનવાવાળા એંટીબોડીસને ફરી રીકવર કરવામાં આવ્યું. લીઝા રે ફક્ત જ્યુસ, શાકભાજી જેવા આહાર જ ખાય છે.

મલ્ટિપલ માઈલોમાં કેન્સર વાઈટ બ્લડ સેલ્સમાં થાય છે, જેને પ્લાઝામાં સ્લેસ પણ કહેવામાં આવે છે. આ સેલ્સ બોન મૈરોમાં બને છે અને લિમ્ફ ટીશૂમાં જોવા મળે છે. આપના શરીમાં ત્રણ પ્રકારના વાઈટ સેલ્સ હોય છે જેમાં ગ્રનૂલોસાઈટ (નુટ્રોફિલ, ઇસ્નોફીલિયા, બેસોફિલ), મોનોસાઈડ અને લિમ્ફોસાઈટ્સ(ટી સેલ્સ અને બી સેલ્સ), જેની તપાસ સીબીસી દ્વારા થાય છે. આ ટેસ્ટ દ્વારા શરીરમાં ઇન્ફેકશન, સોજો એલર્જી  લ્યુકેમિયાની તપાસ કરે છે. વાઈટ બ્લડ સેલ્સ શરીરના ઈમ્યુન સીસ્ટમ નો એક ભાગ છે.

આ સેલ્સ બોન મૈરોમાં બને છે તેથી આ કેન્સરમાં કમર, હિપ્સ અને ખોપડીના હાડકાંમાં ખુબ દર્દ થાય છે. સાથે સાથે હાડકાઓ કમજોર થવા લાગે છે. હાડકામાં સામાન્ય ઈજા થાય અથવા સ્ટ્રેસના લીધે હાડકાને તૂટવાનું જોખમ ઉભું થાય છે. કિડનીમા દુખાવો, જીભમાં સોજો આવવો અથવા દુખાવો થવો. સ્કીનનો રંગ બદલાવો અથવા હાથોની પકડ કમજોર થઇ જવી જેવા લક્ષણો શામેલ છે. આ રેયર કેન્સરનો ઈલાજ સર્જરી અથવા રેડિએશનથી મટી શકે છે. ડોક્ટર નક્કી કરે છે કે કેન્સર કયા સ્ટેજ પર છે તે પછી તેનો ઈલાજ કરવામાં આવે છે. મલ્ટિપલ માઈનોમાની સારવાર દવાઓ અથવા ઈન્જેકશન દ્વારા સીધા મોંની અંદર અથવા હાથમાં બ્લડસેલ્સ દ્વારા આપવામાં આવે છે.