મંગળવારે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોસ્ટ પર આ માહિતી આપી હતી. ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને ફોન કરીને આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ આશ્વાસન આપ્યું કે ભારત આ લડાઈમાં ઈઝરાયલની સાથે મજબૂતીથી ઊભું છે.
પીએમ મોદીએ ટ્વિટમાં શું લખ્યું?
પીએમ મોદીએ ટ્વીટ કર્યું,’હું પીએમ નેતન્યાહૂનો તેમના ફોન કોલ અને વર્તમાન પરિસ્થિતિ વિશે અપડેટ માટે આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સ્પષ્ટપણે વખોડે છે.
આ પહેલા પીએમ મોદીએ ઈઝરાયલ પર થયેલા હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારત ઈઝરાયલ સાથે છે.
ઈઝરાયલે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો
ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને વડાપ્રધાન મોદીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, ‘ભારતને ઘણું નૈતિક સમર્થન છે, ઈઝરાયલ જીતશે.’
ઈઝરાયલના વિદેશ મંત્રાલયે પણ ભારતના સમર્થનની પ્રશંસા કરી અને ભારતનો આભાર માન્યો. અગાઉ ગિલોને ભારતના સમર્થનને બે કારણોસર મહત્વપૂર્ણ ગણાવ્યું હતું, પહેલું વિશ્વમાં ભારતનું મહત્ત્વ અને બીજું આતંકવાદ વિરુદ્ધ ભારત અને ઈઝરાયેલ વચ્ચેનું જોડાણ જે ખૂબ જૂનું છે.
આ પણ વાંચો: PG MEDICAL STUDENT/ ગુજરાતમાં ત્રણ રાઉન્ડ પછી પણ પીજી મેડિકલની 683 સીટ ખાલી
આ પણ વાંચો: Excise Scam/ AAP સાંસદ સંજય સિંહની મુશ્કેલી વધી, EDએ ફરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
આ પણ વાંચો: અમદાવાદ/ નવરાત્રીમાં રામ મંદિરની ઉજવણી, શહેરમાં લાગશે એક લાખથી વધુ પોસ્ટર