Not Set/ ભારત-ચીન બોર્ડર પર તણાવની સ્થિતિ, તો શું વાતચીતથી પણ નહી આવી શકે નિરાકરણ?

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઇ છે. ભારત અને ચીન વચ્ચે હાલનો વિવાદ લદ્દાખનાં બે ક્ષેત્રમાં છે. એક ગલવાન વેલીમાં અને બીજો ફિંગર 4 માં. અહી 9-10 મે થી અહીં સ્થિતિ તંગ બની છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બંને બાજુ 1000 થી 1200 સૈનિકો તૈનાત છે. ભારત અને ચીનનાં બ્રિગેડ કમાન્ડર તણાવને લઈને […]

India
a0ab93287151e673a083ee28ee6bc66b 1 ભારત-ચીન બોર્ડર પર તણાવની સ્થિતિ, તો શું વાતચીતથી પણ નહી આવી શકે નિરાકરણ?

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઇ છે. ભારત અને ચીન વચ્ચે હાલનો વિવાદ લદ્દાખનાં બે ક્ષેત્રમાં છે. એક ગલવાન વેલીમાં અને બીજો ફિંગર 4 માં. અહી 9-10 મે થી અહીં સ્થિતિ તંગ બની છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર બંને બાજુ 1000 થી 1200 સૈનિકો તૈનાત છે.

ભારત અને ચીનનાં બ્રિગેડ કમાન્ડર તણાવને લઈને એક બીજાનાં સંપર્કમાં છે. એટલું જ નહીં રાજદ્વારી સ્તરે આ મામલાને હલ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તે સમાધાન શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે બંને દેશો માટે માન્ય રહે. 2013 થી, સરહદ પર આવા વિવાદો ચાલી રહ્યા છે. લગભગ છ વખત આ પ્રકારનાં મોટા વિવાદો થયા છે. દેપ્સાંગ, ચુમાર, પૈંગોંગ, ડોકલામ અને નાકુલા જેવા વિવાદો મુખ્ય છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, દરેક વખતે વિવાદ સ્થાનિક મુદ્દાઓને લઈને હોય છે, પરંતુ ખરું કારણ એ છે કે ચીન ત્યાં નવી પ્રવૃત્તિ ઇચ્છતુ નથી. ઉદાહરણ તરીકે, ભારત ત્યા રસ્તો બનાવવો જોઈએ નહીં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત ન બનાવે.

ચીને આરોપ લગાવ્યો છે કે ગલવાન વિસ્તારમાં ભારતનાં દોર્બુક શ્યોક ડીબીઓ રોડનું નિર્માણ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ છે. જ્યારે ભારતે આ આરોપને નકારી દીધો છે. ભારતે કહ્યું કે, આ માર્ગ તેમના વિસ્તારનાં સ્થાનિક લોકોની મદદ માટે બનાવવામાં આવ્યો છે. તણાવ બાદ ચીને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. ભારતનાં ત્યા પહેલાથી જ સૈનિકો છે. 2013 થી ભારતીય સૈનિકો અહીં છે. આ જ સ્થિતિ ફિંગર 4 માં પણ બની હતી. 5-6 મે નાં રોજ અહીં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીને અહીં ભારતનાં સૈનિકો માટે શેલ્ટર નિર્માણ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.