Not Set/ ટેકનિશિયન, દર્દીને MRI મશીનમાં બેસાડીને ભૂલી ગયો, જાણો શું થયુ પછી

ઘણીવાર હોસ્પિટલ સ્ટાફની બેદરકારીનાં કારણે દર્દીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. આવો જ એક બેદરકારીનો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યા હરિયાણાનાં પંચકુલાનાં સેક્ટર-6 હોસ્પિટલમાં ટેકનિશિયન MRI મશીનમાં વૃદ્ધ વ્યક્તિને મૂકીને ભૂલી ગયો હતો. ત્યારબાદ જ્યારે વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફો પડી ત્યારે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પટ્ટો બંધાયેલ હોવાને કારણે, તે […]

Top Stories India
MRII ટેકનિશિયન, દર્દીને MRI મશીનમાં બેસાડીને ભૂલી ગયો, જાણો શું થયુ પછી

ઘણીવાર હોસ્પિટલ સ્ટાફની બેદરકારીનાં કારણે દર્દીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. આવો જ એક બેદરકારીનો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યા હરિયાણાનાં પંચકુલાનાં સેક્ટર-6 હોસ્પિટલમાં ટેકનિશિયન MRI મશીનમાં વૃદ્ધ વ્યક્તિને મૂકીને ભૂલી ગયો હતો. ત્યારબાદ જ્યારે વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફો પડી ત્યારે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પટ્ટો બંધાયેલ હોવાને કારણે, તે લાંબા સમય સુધી તે આ કરી શક્યો નહીં. જો કે, વડીલે પ્રયાસ ચાલુ રાખ્યો અને બાદમાં તે મશીનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, પંચકુલાનાં એમઆરઆઈ અને સિટી સ્કેન સેન્ટરમાં વૃદ્ધને કોઈ બીમારી થયા બાદ  એમઆરઆઈ કરાવવાની સલાહ ડોકટરોએ આપી હતી. પરંતુ જ્યારે તે એમઆરઆઈ માટે ગયો ત્યારે ત્યાંના ટેક્નિશિયનો તે દર્દીને મશીનમાં બેસાડી ભૂલી ગયા. જોકે પાછળથી પટ્ટો તૂટી ગયો હતો અને તે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ વડીલે રાજ્યનાં આરોગ્ય મંત્રી અનિલ વિજને આ મામલે ફરિયાદ કરી હતી, જેમાં કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અહેવાલો અનુસાર, પીડિતે કહ્યું હતું કે, જો તે 30 સેકન્ડમાં બહાર ન નીકળી શકતો, તો તેનું મૃત્યુ નિશ્ચિત જ હતુ. તે જ સમયે, જ્યારે એમઆરઆઈ સેન્ટરનાં પ્રભારી વિશે વાત કરવામાં આવી ત્યારે આ મામલો બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને એવું કંઈ બન્યું નથી કે ટેકનિશિયન વૃદ્ધને મશીનમાં બેસાડીને ભૂલી ગયા.

 

ઇન્ચાર્જે જણાવ્યું હતું કે વૃદ્ધ વ્યક્તિને ટેકનિશિયન દ્વારા બહાર કાઢવામાં આવેલ હતો. તેમણે કહ્યું કે સ્કેન 20 મિનિટનું હતું અને ટેક્નિશિયનને છેલ્લી 30 મિનિટમાં એક સીક્વન્સ લેવો પડ્યો, પરંતુ જ્યારે 2 મિનિટ બાકી રહી ગઈ ત્યારે વૃદ્ધને ગભરામણ શરૂ થઇ ગઇ હતી. તે જ સમયે, ટેકનિશિયન બીજી મશીનમાં નોંધો મૂકી રહ્યો હતો, પરંતુ જ્યારે છેલ્લી ઘડી બાકી હતી ત્યારે ટેકનિશિયને જોયું કે વૃદ્ધ અડધો બહાર આવ્યો છે, તેથી તેણે દર્દીને બહાર કાઢ્યો હતો. બન્ને તરફી પોતાની વાત રાખવામાં આવી હતી, પરંતુ જો દર્દી કહી રહ્યો તે વાત સાચી હોય તો આ હોસ્પિટલ સ્ટાફની મોટી બેદરકારી સાબિત થઇ શકે છે. આ મામલે આગળ શું કાર્યવાહી થશે તે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.