નવો અભિગમ/ અમદાવાદમાં પહેલી જ વખત ઓવરબ્રિજ બનાવતા પહેલા આરસીસી રોડ બનાવી દેવાનો નવતર પ્રયોગ

અમદાવાદ શહેર રીંગ રોડ પર સૌપ્રથમ વાર આર સી સી સર્વિસ રોડ બનશે. ઓવરબ્રિજ બનતા પહેલા આર સી સી રોડ બનાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.બ્રિજ કામગીરી દરમિયાન લોકોને હાલાકી નો ભોગ ના બનવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Top Stories Ahmedabad Gujarat Uncategorized

@Mehul Dudherejia

અમદાવાદ શહેર રીંગ રોડ પર સૌપ્રથમ વાર આર સી સી સર્વિસ રોડ બનશે. Auda-New Approach ઓવરબ્રિજ બનતા પહેલા આર સી સી રોડ બનાવી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.બ્રિજ કામગીરી દરમિયાન લોકોને હાલાકી નો ભોગ ના બનવું પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. રૂ 8 કરોડ નો ખર્ચ આ રોડ બનાવવા પાછળ થશે. અમદાવાદ શહેરના રોડ રસ્તાને લઈને કુખ્યાત થઇ ચૂક્યુ છે.

ખરાબ રોડ રસ્તા ની વાત આવે એટલે અમદાવાદ ના ઉબડ ખાબડ રસ્તા સામે આવે છે. Auda-New Approach આ સિવાય નિર્માણાધીન બ્રિજ કે અંડર બ્રિજ બને નહીં ત્યાં સુધી લોકો પરેશાન થાય છે, પરંતુ ઔડાએ રિંગ રોડ પર એક નવીન પહેલ કરી છે..ઔડા સૌ પ્રથમ વખત આર સી સી સર્વિસ રોડ બનાવાશે..ઔડા ના સી ઈ ઓ ડી પી દેસાઈએ કહ્યું કે કમોડ ઓવરબ્રીજ માટે કામગીરી શરૂ થવાની છે. મુખ્ય રિંગ રોડ હોવાથી લાખો વાહનો પસાર થાય છે,જેને ડાયવર્ટ કરવામાં આવશે, પરંતુ સર્વિસ રોડ ઓવરબ્રિજ પહેલા જ બનાવી નાખવામાં આવશે જેનાથી લોકોને ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર ના થવું પડે.

કમોડ ગાય સર્કલ પાસે આ આર સી સી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.Auda-New Approach આ આર સી સી સર્વિસ રોડ ના બે ફાયદા થશે..વાહન ચાલકોને હાલાકી નહીં પડે અને રોડ ની આવરદા પણ વધશે..સામાન્ય રીતે બ્રિજ બન્યા બાદ ડામર રોડ બનાવવા માં આવે છે જે થોડા જ દિવસોમાં તૂટી જતા હોય છે..આર સી સી રોડ ની આયુષ્ય 25 વર્ષ જેટલું હોય છે. આ પાછળ રૂ.8 કરોડ નો ખર્ચ થવાની શક્યતા છે.

આ રોડ 10 મીટર પહોળાઈ એટલે કે થ્રી લેન નો રોડ બનશે, જેથી ભારે વાહનોની ટ્રાફિકની અવરજવર સરળતાથી થઈ શકશે. સૌથી પહેલા આ RCC સર્વિસ રોડ બનાવવામાં આવશે અને ત્યારબાદ જ સાઈડમાં બ્રિજ બનાવવા માટે પાટિયા લગાવવામાં આવશે. જેથી લોકોને કોઈ તકલીફ પડે નહીં.

 

આ પણ વાંચોઃ JK Encounter/ બારામુલ્લામાં બે આતંકવાદી ઠારઃ ચોવીસ કલાકમાં બીજું એન્કાઉન્ટર

આ પણ વાંચોઃ Wrestlers Protest/ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જુઓ વિડિઓ

આ પણ વાંચોઃ MVA Rally/ શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ પુણેમાં MVAની રેલી રદ, જાણો કારણ