અમદાવાદનાં બાવળા પોલીસે આદરોડા ગામ પાસેથી દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓને ઝડપી પડ્યા છે. આશરે 1 કરોડના મુદ્દામાલ સાથે પોલીસે નબીરાઓને ઝડપ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના થલતેજમાં રહેતા ભવિત પારેખની બર્થ ડે પાર્ટી ઉજવવાના બહાને ભેગા થયેલ આ નબીરાઓ બાવળા પાસે આવેલા કિંગ્સ વિલેના વીક-એન્ડ બંગલા નંબર 100માં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસે દરોડા પાડ્યા અને નબીરાઓના રંગમાં ભંગ પાડ્યો હતો. આ નબીરાઓ પાસેથી પોલીસે છ લક્ઝરિયસ કાર જપ્ત કરી છે, કુલ રૂ 99 લાખ 53 હજાર 645 હજારના મુદ્દા માલ સાથે પોલીસે પ્રોહી એકટ કલમ ૬૫ઈ, ૬૬(૧)બી. ૬૮, ૮૫(૧), ૮૪, ૮૧ મુજબના આરોપીઓની ધરપકડ કરેલ છે
ઝડપાયેલા નબીરાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.
(૧) ભવીત ભરતભાઇ પારેખ રહે થલતેજ અમદાવાદ
(૨) માધવ ભરતભાઇ તેરૈયા રહે બોડકદેવ અમદાવાદ
(3) જય રમણીકભાઇ પટેલ રહે. રિધ્ઘી સિધ્ધી બંગ્લોઝ રાજકોટ
(૪) હાર્દીક હરેશભાઇ જૈન રહે. ઓમ રામનગર રાજકોટ
(પ) સવરીન શૈલેષભાઇ પટેલ રહે. પર, અપી એપાટેમેન્ટ રાજકોટ
(૬) દિપ મહેશભાઇ પટેલ રહે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ રાજકોટ
(૭) કુશલ સુરેશભાઇ ઠક્કર, ગ્રીનમેકો બંગ્લોઝ અમદાવાદ
(૮) ધવલ ભર તકુમાર ગાંધી.સ્વસ્તિક સોસાયટી અમદાવાદ
(૯) માલવ ઉદયન નાણાવટી રહે. અમદાવાદ
(૧૦) ધવલ જયેશભાઇ ઠક્કર રહે.અમદાવાદ
(૧૧) ફરાર આરોપી દારુ લાવી આપનાર દેવેન્દ્ર ધાટલોડીયા અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
