Rajkot IT Opreation/ રાજકોટ : આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, ઓરબીટ ગ્રુપ,લાડાણી એસોસિયેટ્સના 30 સ્થાનો પર  પાડ્યા દરોડા

રાજકોટમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં વિવિધ સ્થાનો પર દરોડા પાડતા કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા છે. 

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 28T133411.021 રાજકોટ : આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, ઓરબીટ ગ્રુપ,લાડાણી એસોસિયેટ્સના 30 સ્થાનો પર  પાડ્યા દરોડા

રાજકોટમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં વિવિધ સ્થાનો પર દરોડા પાડતા કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યા છે.  વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક જેવા મુદામાલ સહિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા ગ્રુપ એવા ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિયેટ્સના 30 સ્થળ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. વિભાગે આકસ્મિક હાથ ધરેલ તપાસમાં બંને ગ્રુપના સ્થાનો પરથી કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. આ સાથે દરોડાની કામગીરી દરમ્યાન અધિકારીઓને સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોની પૂર્ણતઃ તપાસ હાથ ધરાશે. અધિકારીઓએ બંને ગ્રુપના 30 સ્થાનો પરથી કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક,લેપટોપ અને દસ્તાવેજો કબજે કર્યા છે.

આવકવેરા વિભાગ દ્વારા શહેરના ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિયેટસ પર દરોડાની કામગીરી શરૂ કરી છે જે હજુ શુક્રવાર સુધી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. દરોડામાં કરોડોની રોકડની સાથે સોનાના દાગીના પણ મળી આવ્યા છે.

નોંધનીય છે કે ગત વર્ષમાં ઓગસ્ટ મહિનામાં દેશભરમાં આવકવેરા વિભાગ દ્વારા 40 સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ સમયે ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત, મુંબઈ, દિલ્લી સહિત 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારે ગુજરાતમાં હાથ ધરવામાં આવેલ દરોડામાં અમદાવાદમાં કલ્પતરુ અને JMC ગ્રુપ પર દરોડા પાડી અમદાવાદ સહિત રાજ્યની 3 ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે લ્પતરુ અને JMC ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે. ત્યારે હવે ફરી ગુજરાતના રાજકોટમાં ઓરબીટ અને લાડાણી એસોસિયેટસના સ્થાનો પર દરોડા પાડી દસ્તાવેજો જપ્ત કર્યા છે. કહેવાય છે કે બંને ગ્રુપ પર આઈટી વિભાગની તપાસ ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા