બેંગ્લોર
શુક્રવારે ચામરાજનગરમાં પ્રસાદ ખાવાને લીધે ૧૧ લોકોના મોત થયા હતા. ૬૫ થી પણ વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૨ લોકોની હાલત ગંભીર છે તેવું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે હનુરમાં આવેલ સુલવાડી કિછુગુટ્ટી મરમ્મા મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાળુએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તજનોને ક્યાં ખબર હતી કે આ જ પ્રસાદ તેમના મોતનું કારણ બનશે. પ્રસાદ ખાધા પછી લોકોની તબિયત બગડી ગઈ હતી.
રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ૧૫ વર્ષની બાળકી સહિત ૧૧ લોકોના મોત થઇ ચુક્યા છે.
આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. શ્રદ્ધાળુઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે પીડિત લોકોના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.