Rasha Thadani Debut/  રવિના ટંડનની દીકરી રાશા થડાનીને મળી તેની પહેલી ફિલ્મ, આ પ્રખ્યાત અભિનેતાના ભત્રીજા સાથે જોવા મળશે

રવિના ટંડનની દીકરી રાશા થડાની ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ એ ચોક્કસ જાણી શકાય છે કે ફિલ્મમાં તેનો હીરો કોણ હશે. ખાસ વાત એ છે કે આ હીરો પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે.

Trending Entertainment
Rasha Thadani Debut

રવિના ટંડનની દીકરી Rasha Thadani તેની સુંદરતાના કારણે ચર્ચામાં આવી હતી. રાશા સતત પેપ્સના કેમેરામાં સ્પોટ થઈ રહી છે અને તેની સુંદરતા જોઈને તેના ફેન લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, રાશા વિશે એવા સમાચાર છે, જે જાણ્યા પછી તેના ચાહકો ખુશ થઈ જશે. રાશા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એવા પણ સમાચાર છે કે તેની પહેલી ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

રાશા ફિલ્મોમાં કરશે ડેબ્યુ 

18 વર્ષની રાશા થડાની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાશા નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. તે ઘણી વખત તેની ઓફિસની બહાર પણ જોવા મળી હતી. જે બાદ તેના બોલિવૂડ ડેબ્યુની ચર્ચાએ જોર પકડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Rasha (@rashathadani)

અજય દેવગનનો ભત્રીજો પણ મળશે જોવા 
જો રિપોર્ટ્સનું માનીએ તો અજય દેવગનનો ભત્રીજો અમન પણ આ ફિલ્મમાં રાશા સાથે ડેબ્યૂ કરશે. સમાચાર છે કે આ ફિલ્મમાં અજય દેવગન પણ જોવા મળશે. પરંતુ આ ફિલ્મનું નામ કે બાકીની સ્ટારકાસ્ટનો ખુલાસો કરવામાં આવ્યો નથી. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં રિલીઝ થઈ શકે છે.

રાશા થડાની એક સારી ડાન્સર છે
તેણે તાજેતરમાં જ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. એટલું જ નહીં, તે એક સારી ડાન્સર પણ છે. રવિના સાથે ડાન્સ કરતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. જ્યારે અમન અજય દેવગનની બહેન નીલમનો પુત્ર છે. અમન અને રાશાની જોડી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે કે કેમ તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો:ઉફ્ફ તેરી અદા…/દિશા પટણીએ બોલ્ડ ડ્રેસમાં મચાવી મચાવી ધૂમ, તેની હોટનેસ જોઈને ફેન્સ ચોંકી ગયા

આ પણ વાંચો:Bawaal Trailer/‘બવાલ’ દુબઈમાં મચાવશે ધૂમ !  ફેન ઈવેન્ટમાં લોન્ચ થશે વરુણ-જાન્હવીની ફિલ્મનું ટ્રેલર 

આ પણ વાંચો:Double Earning Film/‘કેરી ઓન જટ્ટા 3’નો બિગ બેંગ, યુકેમાં કાર્તિકની ફિલ્મની ડબલ કમાણી, પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ ફિલ્મ બનશે!

આ પણ વાંચો: PAK Player Suicide/પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ લાકડા કાપવાના મશીન વડે કરી આત્મહત્યા, રમત જગતમાં શોક