મુંબઇ,
અમિષા પટેલ ટ્રોલર્સના નિશાન પર કંઈક વધારે રહે છે. 40 વર્ષથી ઉપરની ઘણી બોલિવૂડ એક્ટ્રેસેસ તેમના ગ્લેમરસ અને હોટ ફોટા શેર કરતી રહી છે અને તેમના ફોટાને પ્રશંસા મળે છે. પરંતુ અમિષા પટેલ તેમના ફોટા પર વૃદ્ધ અને આન્ટી જેવી કમેન્ટ્સ મળે છે. તેને સલાહ આપવામાં આવે છે કે હવે તેમારી ઉમર થઇ ગઈ છે આ પ્રકારના ફોટો પોસ્ટ કરવાનું બંધ કરવું જોઈએ.
આ પ્રકારની કમેન્ટ્સથી અમિષાને કોઈ ફર્ક પડતો નથી. કદાચ તેઓ કમેન્ટ્સ વાંચી પણ નહીં હોય અને સતત ફોટા શેર કરતી રહે છે. જોકે નિગેટિવ કમેન્ટ્સ કરનારાઓની સંખ્યા પ્રશંસા કરનારાઓથી ઓછી છે અને આમિષાને ખુશ કરવા માટે આ વાત ઘણી છે.
‘કહો ના પ્યાર હૈ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી શરૂઆત કરનાર અમિષાએ ‘ગદર એક પ્રેમ કથા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પણ આપી છે. પરંતુ તે તેની સફળતાને હંમેશામાં રાખી શકી નથી.
તાજેતરમાં અમિષા પટેલ ‘ભૈયાજી સુપરસ્ટાર’ જોવા મળી હતી. હાલ તેના પાસે કોઈ ફિલ્મ નથી અને ચર્ચામાં રહેવા માટે તે સોશિઅલ મીડિયા પર એક્ટિવ રહે છે.