મુંબઇ,
‘ઝીરો’માં શાહરુખ ખાન પછી હવે રિતેશ દેશમુખ પણ મોટા પડદા પર ઠીંગુજીનો રોલ પ્લે કરવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ડાયરેક્ટર મિલાપ ઝવેરીની ફિલ્મ ‘મરજાવાં’માં રિતેશ દેશમુખ એક નાના કદના વ્યકિતનું પાત્ર ભજવતો જોવા મળશે. જેની હાઇટ સાડા ત્રણ ફીટ હશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ એક હલકી-ફૂલકી રોમેન્ટિક સ્ટોરી હશે. જેમાં રિતેશના સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતરિયા અને રકુલપ્રીત પણ ખાસ ભૂમિકામાં નજરે પડશે. આ સ્ટોરી એક લવ ટ્રાયંગલ બતાવા જઈ રહી છે. આવુ બીજીવાર બનશે કે રિતેશ અને સિદ્ધાર્થની જોડી સાથે કામ કરી રહ્યા છે.
આ પહેલાં રિતેશ, સિદ્ધાર્થ અને શ્રદ્ધા કપૂરની જોડી ફિલ્મ ‘એક વિલન’માં સાથે કામ કરી ચુકી છે આ ફિલ્મના ડાયલોગ મિલાપ ઝવેરીએ લખ્યા હતા. આ ફિલ્મમાં રિતેશ નેગેટિવ રોલમાં હતા. પહેલાં સદ્ધાર્થ અને તારાને લઈને મિલાપની ‘મરજાવાં’ નું શૂટિંગ 7 ડીસેમ્બરથી શરૂ કરવા જઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે બોલિવૂડમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી ડેબ્યુ કરવા જઈ રહી છે તારા સુતારિયાની આ બીજી ફિલ્મ હશે. તારાએ ગયા મહિને જ આ ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું અને કહ્યું હતું કે તે આ ફિલ્મમાં તેના રોલને લીએન ખૂબ ઉત્સાહિત છે.