મેરઠ
બુલંદશહેરમાં ગૌહત્યા બાદ થયેલી હિંસાના પગલે મેરઠ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. મેરઠની પોલીસે ગામના લોકોને ગૌહત્યા નહી કરે તેના કેસમાં સંકલ્પ લેવડાયા છે. ગામમાં અલગ-અલગ જગ્યાએ જઈને બેઠક કરીને ગૌહત્યા નહી કરીએ તેવો સંકલ્પ લેવડાવી રહ્યા છે.
પોલીસે આ મામલે એક ટીમ બનાવી છે. તેઓ પબ્લિકને જાગૃત કરી રહ્યા છે કે તેઓ ગૌહત્યામાં શામેલ ન થાય કારણકે ગૌહત્યા એ કાનુન વિરુદ્ધ છે.
પોલીસે લોકોને સંકલ્પ તો લેવડાયા જ અને સાથ કહ્યું પણ કે જો તેમના ધ્યાનમાં કોઈ વ્યક્તિ ગૌહત્યા મામલે નજર આવશે તો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
મેરઠના એસપી રાજેશ કુમારે કહ્યું કે પોલીસ લોકોએન ગૌહત્યામાં શામેલ ન થવાના સંકલ્પ લેવડાવી રહ્યા છે કારણ કે આ પ્રકારના કેસમાં કાનુન વ્યવસ્થા ઘણી ખરાબ થઇ જાય છે.
ઉલ્લેખનીય છે કે ૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે બુલંદશહેરમાં પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ અને એક સ્થાનિક યુવકનું મોત થયું હતું.