વિવાદ/ ફિલ્મ ‘કાલી’ના વિવાદાસ્પદ પોસ્ટર સામે નોંધાઈ FIR, ફિલ્મ નિર્દેશકની ધરપકડ કરવાની ઉઠી માગ

ફિલ્મ ‘કાલી’ના વિવાદાસ્પદ પોસ્ટર સામે દિલ્હીમાં FIR નોંધવામાં આવી છે. વાસ્તવમાં, આ પહેલા ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

Trending Entertainment
ફિલ્મ 'કાલી'ના વિવાદાસ્પદ

ફિલ્મ ‘કાલી’ના વિવાદાસ્પદ પોસ્ટર સામે દિલ્હીમાં FIR નોંધવામાં આવી છે. વાસ્તવમાં, આ પહેલા ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી અને લોકોએ ધરપકડની માંગ કરી હતી. જે બાદ દિલ્હી પોલીસની IFSC યુનિટે FIR નોંધી છે.

અગાઉ, ઉત્તર પ્રદેશે પણ ફિલ્મ નિર્દેશક લીના મણિમેકલઈ સામે ગુનાહિત કાવતરું, પૂજા સ્થળ પર ગુના અને ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શાંતિ ભંગ કરવાના આરોપમાં FIR દાખલ કરી છે.

યુપી પોલીસે લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્દેશક લીના મણિમેકલઈ વિરુદ્ધ આ FIR નોંધી છે. જેમાં તેની સામે આઈટી એક્ટની કલમ 66 અને 67 ઉપરાંત કલમ 120B, 153B, 295, 295A, 298, 504, 505 (1) (b), 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે ટ્વિટર પર ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈએ એક ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું જેમાં મા કાળીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા, ત્યારબાદ લોકો આ પોસ્ટરથી ખૂબ ગુસ્સે થયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. લોકો કહે છે કે તેનાથી હિંદુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચે છે.

આ પણ વાંચો:અફવાઓ પર પૂર્ણવિરામ, Bigg Boss OTT 2 ને હોસ્ટ નહીં કરે રણવીર સિંહ

આ પણ વાંચો:કોણ છે મણિમેકલઈ જેણે મા કાળીને સિગારેટ પીતા બતાવ્યા, આ પહેલા પણ બનાવી ચૂકી છે વિવાદાસ્પદ ફિલ્મો

આ પણ વાંચો:ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર પર હોબાળો,હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ,હાઈ કમિશને કેનેડા સરકારને લખ્યો પત્ર