PM Modi Berlin Visit/ પીએમ મોદી જર્મનીના બર્લિનમાં બાળકોને આ રીતે મળ્યા

પીએમ નરેન્દ્ર મોદી બર્લિન પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM  ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં જર્મની-ડેનમાર્ક અને ફ્રાન્સમાં 25 કાર્યક્રમોમાં હાજરી આપશે.

Top Stories World
PM Modi

પીએમ નરેન્દ્ર મોદી બર્લિન પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM  ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં જર્મની-ડેનમાર્ક અને ફ્રાન્સમાં 25 કાર્યક્રમોમાં હાજરી આપશે. આ બેઠકોમાં ઉર્જા, સુરક્ષા અને આર્થિક સંબંધો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. પીએમ મોદી ભારતીય મૂળના લોકો સાથે પણ વાત કરશે.

ભારત માતા કી જયના ​​નારા લાગ્યા

પીએમ મોદી જેવા જ બર્લિનની હોટલ પહોંચ્યા, ત્યાં હાજર લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના ​​નારા સાથે તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીના સ્વાગત માટે ઘણા બાળકો પણ પહોંચ્યા હતા. બાળકોએ પીએમ મોદીના સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધા હતા. એક બાળકે પીએમ મોદીને દેશભક્તિ સાથે જોડાયેલ ગીત પણ સંભળાવ્યું હતું.

આ પહેલા ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, “બર્લિન પહોંચ્યા, આજે હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાત કરીશ. હું વેપારી અગ્રણીઓને મળીશ અને સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપીશ. મને ખાતરી છે કે આ મુલાકાતથી ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે.