Terrorist/ શાહી ઠાઠ સાથે ઘરમાં જ રહે છે આતંકી હાફિઝ સઈદ, ઇમરાન સરકારે જેલનું તો નામ જ આપ્યું છે

લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોનાં સ્થાપક અને યુએન સિક્યુરિટી કાઉન્સિલનો પ્રતિબંધિત આતંકવાદી હાફિઝ સઈદ જેલની સજા ભોગવી રહ્યો નથી, પરંતુ

Top Stories World
hafiz શાહી ઠાઠ સાથે ઘરમાં જ રહે છે આતંકી હાફિઝ સઈદ, ઇમરાન સરકારે જેલનું તો નામ જ આપ્યું છે

લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોનાં સ્થાપક અને યુએન સિક્યુરિટી કાઉન્સિલનો પ્રતિબંધિત આતંકવાદી હાફિઝ સઈદ જેલની સજા ભોગવી રહ્યો નથી, પરંતુ લાહોરના જોહર ટાઉનમાં ગૃહસ્થ તરીકે જ પોતાનાં ઘરમાં પૂરા ઠાઠમાઠથી જ રહે છે અને આટલુ જ નહી પરંતુ, ત્યાંથી ટેરર ​​ફેક્ટરી પણ ચલાવી રહ્યો છે. આ મામલે વાકેફ પાકિસ્તાનાં એક અધિકારીઓએ જ આ માહિતી આપી છે. 

આપને જણાવી દઇએ કે, જુલાઈ 2019 માં હાફિઝ સઇદની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને ટેરર ​​ફાઇનાન્સિંગ કેસમાં 10 વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેને યુ.એસ. દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગયા અઠવાડિયે તેમને અન્ય બે કેસમાં પણ સજા ફટકારવામાં આવી છે. 

હાફિઝ સઈદની ધરપકડ અને દોષીકરણને ઇમરાન ખાન સરકાર દ્વારા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટમાં ન મુકવામાં આવે તે માટેના પ્રયાસ તરીકે જોવામાં આવ્યું હતું. જો કે, અમુક માધ્યમોએ જોયેલી ભારતીય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર હાફિઝ સઇદ લાહોરની કોટડી લખપત જેલમાં નથી. એક અધિકારીએ જણાવ્યું કે, “તે મોટાભાગે ઘરે જ રહે છે.” તે એવી કસ્ટડીમાં છે કે ઘરે મહેમાનો પણ તેને મળી શકે. ”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…