Not Set/ સુરક્ષા બળોને મળશે નવી  AK 203 રાઇફલો, રશિયા સાથે થયા કરાર

દિલ્હી, 30 વર્ષોથી ભારતને અનેક લડાઈઓમાં સાથ આપનારી એકે 47 રાઈફલનો વિદાયનો સમય આવ્યો છે.દેશની ડિફેન્સ મીનીસ્ટ્રીએ એકે 203 રાઇફલ ખરીદવાનું નક્કી કર્યું છે.ભારતે રશિયા સાથે 7,50,000 એકે 203 રાઇફલ ખરીદવાના કરાર કર્યા છે. એકે 203 રાઇફલ INSAS એસોલ્ટ રાઇફલને રિપ્લેસ કરશે.નવી રાઇફલ આર્મી,નેવી અને એરફોર્સને અપાશે.નવી રાઈફલો આર્મ ફોર્સને સપ્લાય થયા પછી પેરામિલિટરી ફોર્સ […]

Top Stories India Trending
ww0 12 સુરક્ષા બળોને મળશે નવી  AK 203 રાઇફલો, રશિયા સાથે થયા કરાર

દિલ્હી,

30 વર્ષોથી ભારતને અનેક લડાઈઓમાં સાથ આપનારી એકે 47 રાઈફલનો વિદાયનો સમય આવ્યો છે.દેશની ડિફેન્સ મીનીસ્ટ્રીએ એકે 203 રાઇફલ ખરીદવાનું નક્કી કર્યું છે.ભારતે રશિયા સાથે 7,50,000 એકે 203 રાઇફલ ખરીદવાના કરાર કર્યા છે.

એકે 203 રાઇફલ INSAS એસોલ્ટ રાઇફલને રિપ્લેસ કરશે.નવી રાઇફલ આર્મી,નેવી અને એરફોર્સને અપાશે.નવી રાઈફલો આર્મ ફોર્સને સપ્લાય થયા પછી પેરામિલિટરી ફોર્સ અને એ પછીના તબક્કામાં રાજ્યોના પોલીસ દળને અપાશે.એકે 203 રાઇફલ 15 વર્ષ સુધી ઉપયોગમાં આવે તેવી રીતે તેનું મેનુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે.

આ સિવાય ડિફેન્સ મિનિસ્ટ્રીએ અમેરિકાની સીગ સોર કમ્પની સાથે 7.69એમેમ 59 કેલીબર રાઇફલ ખરીદવાનો કરાર કર્યો છે.આ એસોલ્ટ રાઇફલ જે આર્મીના જવાનો સીધા સરહદ પર લડી રહ્યા છે તેને અપાશે.

જે જવાનો સરહદ પર પાકિસ્તાન સાથે લડી રહ્યા છે તેને વધુ ઘાતક રાઇફલ અપાશે,જ્યારે નાની લડાઈઓ માટે લાઈટ પ્રકારની રાઈફલોનો ઉપયોગ થશે.