ગાઝામાં શરણાર્થી શિબિર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ નિવેદન અનુસાર ઈઝરાયેલે ઉત્તરી ગાઝા પટ્ટી પર સ્થિત શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો છે. જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય લગભગ 150 લોકો ઘાયલ થયા છે, જ્યારે ડઝનેક લોકો કાટમાળ નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ, શરણાર્થી કેમ્પમાંથી 47 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ગાઝા હજારો માસૂમ બાળકોનું કબ્રસ્તાન બની ગયું છે.