#હેરાફેરી/ ટ્રેનમાં યાત્રીઓ લઈને જઈ રહ્યા હતા કરોડો રૂપિયાનું સોનું અને રોકડ; પોલીસ પણ ચોંકી ઉઠી

RPFની ક્રાઈમ ઈન્ટેલિજન્સ બ્રાન્ચે 26 ઓક્ટોબરની રાત્રે મોટી કાર્યવાહી કરી હતી

India
રાજસ્થાન ટ્રેન ટ્રેનમાં યાત્રીઓ લઈને જઈ રહ્યા હતા કરોડો રૂપિયાનું સોનું અને રોકડ; પોલીસ પણ ચોંકી ઉઠી

કોટા: રાજસ્થાનના કોટામાં રાજ નિઝામુદ્દીન-મુંબઈ તેજસ રાજધાની એક્સપ્રેસમાંથી કરોડો રૂપિયાનું સોનું અને લાખોની રોકડ મળી આવી હતી. RPFની ક્રાઈમ ઈન્ટેલિજન્સ બ્રાન્ચે 26 ઓક્ટોબરની રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. નિઝામુદ્દીન-મુંબઈ તેજસ રાજધાની એક્સપ્રેસ (12954)માંથી 6 કરોડ 61 લાખ રૂપિયાનું સોનું અને લગભગ 26 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.

આ કેસમાં આરપીએફએ ત્રણ મુસાફરોની અટકાયત પણ કરી છે. બાદમાં આરપીએફએ આ મુસાફરોને કોટા આવકવેરા વિભાગને સોંપી દીધા. આ મામલે હવે આગળની કાર્યવાહી આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણીના કારણે આ બંને આરપીએફએ ખાસ સર્વેલન્સ ઓપરેશન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત નિઝામુદ્દીનમાં આરપીએફના જવાનો હાજર રહ્યા હતા. નિઝામુદ્દીનમાં આરપીએફએ કેટલાક શંકાસ્પદ મુસાફરોને ટ્રેનમાં ચઢતા જોયા હતા. આરપીએફ પણ આ મુસાફરોની પાછળ ગયું હતું.

અસલમાં જ્યારે આરએપીએફના જવાનો તેમની પાછળ ગયા તો તેમણે જોયું કે આ મુસાફરો વારંવાર તેમની બેગ સંભાળી રહ્યા હતા. મુસાફરોની શંકાસ્પદ ગતિવિધિઓ જોઈને આરપીએફ શંકાસ્પદ બની ગયું હતું. આ પછી શંકાના આધારે આરપીએફએ આ મુસાફરોની તલાશી લીધી હતી.

આ તલાશી દરમિયાન આરપીએફને આ ત્રણેયની પાસેની બેગમાં છુપાવેલું સોનું અને લાખો રૂપિયા મળી આવ્યા હતા. જેમાં સોનાની ચેઈન, બિસ્કીટ અને જ્વેલરી હતી. ઝડપાયેલી રોકડમાં તમામ નોટો 500-500 રૂપિયાની હતી. આ પછી જ્યારે ટ્રેન લગભગ 10 વાગ્યે પહોંચી, ત્યારે આરપીએફએ ત્રણેય મુસાફરોને કોટા ખાતે ઉતારી દીધા.

પ્રશ્નનો જવાબ ન આપી શક્યા સંતોષકારક

કલાકોની પૂછપરછ બાદ પણ આટલી મોટી રકમનું સોનું અને રોકડ લાવવા અંગે મુસાફરો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આખી રાત ચાલતી કાર્યવાહી પછી આરપીએફએ આ મુસાફરોને 27 ઓક્ટોબરે આવકવેરા વિભાગને સોંપી દીધા. તેઓની ઓળખ મુંબઈના રહેવાસી દેવસીભાઈના પુત્ર મુસાફર દિલીપભાઈ, રાજસ્થાનના રહેવાસી પ્રિતેશ કુમાર મુથા અને મહારાષ્ટ્રના રહેવાસી જિતેન્દ્ર ભંવર તરીકે થઈ હતી. અધિકારીઓએ દાવો કર્યો કે કોટા ડિવિઝનમાં આરપીએફ દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.

આ પણ વાંચો- ગાઝાના શરણાર્થી કેમ્પમાં ઇઝરાયેલનો હવાઇ હુમલો, 50 લોકોના મોત

આ પણ વાંચો- 2022માં માત્ર હેલ્મેટ-સીટ બેલ્ટ ન પહેરવાથી 66,744 મોત; ટોટલ આંકડો ખુબ જ મોટો