ગુજરાત/ સુરતમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત,11 વર્ષના બાળક પર કર્યો હુમલો

સુરતના ઉમરાગામ માં 11 વર્ષીય વિદ્યાર્થી પર 6 જેટલા શ્વાનોએ હુમલો કરતા ગંભીર હાલત માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat
રખડતા શ્વાનનો આતંક
  • સુરતમાં શ્વાનનો આતંક યથાવત
  • ઉમરાગામ વિસ્તારની ઘટના
  • 11 વર્ષના બાળક પર શ્વાનોએ કર્યો હુમલો
  • 6 થી 7 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે.સુરતના ઉમરાગામ માં 11 વર્ષીય વિદ્યાર્થી પર 6 જેટલા શ્વાનોએ હુમલો કરતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પાલિકા દ્વારા ઘટના બન્યા બાદ શ્વાન પકડવાની ટિમ મોકલી હતી.

સુરત મહાનગર પાલિકા શ્વાન ના રસીકરણ અને ખસિકરણની વાત માત્ર કાગળ પર કરતી હોય તેમ લાગી રહ્યું છે.સુરતમાં બાળકો પર અનેક શ્વાનોના હુમલા બાદ પણ પાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ ના હલતું હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે કોઈ પણ ઘટના બન્યા બાદ જ પાલિકા તંત્ર જાગૃત થાય છે.

સુરતના ઉમરાગામ વિસ્તાર માં 11 વર્ષનો બાળક શાળાએ અભ્યાસ માટે જતો હતો તે દરમ્યાન ઘરથી થોડે દુર 6 જેટલા શ્વાનો એ બાળકને ઘેરી લીધો.હતો.અને ત્યારબાદ અચાનક બાળક પર હુમલો કરી દીધો હતો.જો કે, બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને શ્વાનોની ચુંગાલમાંથી બાળકને મુક્ત કરાવ્યું હતું.જોકે ત્યાં સુધીમાં શ્વાનોએ બાળકના હાથ,પગ,મો સહિતની જગ્યાએ કરડી લીધું હોવાથી બાળકને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયું હતું.

સ્થાનિકોએ તાત્કાલિક બાળકના માતાપિતાને જાણ કરતા પ્રથમ બાળક ને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.જોકે ત્યાં બાળક ગંભીર જણાતા સિવિલ હોસ્પિટલમાં બાળકને સારવાર અર્થે રીફર કરાયું હતું..મહત્વનું છે કે શ્વાનોએ હુમલો કરતા બાળકના આખા શરીર પર ગંભીર  ઇજા પહોંચી હતી.ઘટના બન્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. અને ઉમરાગામ અને આસપાસના વિસ્તારમાં શ્વાન પકડવા માટે ટિમ મોકલી આપવામાં આવી હતી. જ્યારે ટિમ આવી ત્યારે આસપાસના વિસ્તારમાં અનેક રખડતા શ્વાન જોવા મળતા પાલિકા કર્મીઓ શ્વાનને પકડી લઈ ગયા હતા.

મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકા શ્વાનના રસીકરણ અને ખસિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છત્તા શ્વાનના હુમલાની ઘટના બની રહી છે જેથી પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.લીંબાયત માં હમણાં 4  દિવસ પહેલાજ એક બાળક પર શ્વાનોએ હુમલો કર્યો હતો.તેની આગળ પણ શ્વાનોના હુમલા થઈ ચૂક્યા છે.ત્યારે ઉમરાગામમાં ફરી આ ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…

આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત