Not Set/ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી : આદિત્ય ઠાકરેએ ચૂંટણી મેદાનમાં મુક્યો પગ, રાજ ઠાકરેએ ટેકો કર્યો જાહેર

મહારાષ્ટ્રનાં રાજકારણમાં બાલાસાહેબ ઠાકરેનું નામ હતું જેમણે હંમેશા કિંગમેકરની ભૂમિકા ભજવી હતી. પરંતુ ક્યારેય રાજનીતિમાં તેઓ ન ઉતર્યા. તેઓ કહેતા હતા કે, સત્તાનો ભાગ બનવા કરતાં સરકાર પર દબાણ કરવું સારું છે. પરંતુ લગભગ પાંચ દાયકા પછી, ઠાકરે પરિવારનો માર્ગ અલગ થઇ ગયો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી મેદાને પગ […]

Top Stories India
raj aditya મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી : આદિત્ય ઠાકરેએ ચૂંટણી મેદાનમાં મુક્યો પગ, રાજ ઠાકરેએ ટેકો કર્યો જાહેર

મહારાષ્ટ્રનાં રાજકારણમાં બાલાસાહેબ ઠાકરેનું નામ હતું જેમણે હંમેશા કિંગમેકરની ભૂમિકા ભજવી હતી. પરંતુ ક્યારેય રાજનીતિમાં તેઓ ન ઉતર્યા. તેઓ કહેતા હતા કે, સત્તાનો ભાગ બનવા કરતાં સરકાર પર દબાણ કરવું સારું છે. પરંતુ લગભગ પાંચ દાયકા પછી, ઠાકરે પરિવારનો માર્ગ અલગ થઇ ગયો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી મેદાને પગ મુકી દીધો છે. અહી તેના કરતા પણ વધુ નવાઇની વાત તો એ છે કે તેમના કાકા મનસેના વડા રાજ ઠાકરેએ તેમને ટેકો આપવાનુ જાહેર કર્યુ છે.

રાજ ઠાકરેએ પણ આ અંગે દલીલ કરી છે. તેમણે કહ્યું કે, તેમણે મરાઠી મતોને એક રાખવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે, આજદિન સુધી મનસેનાની યાત્રા કમનસીબીથી ભરેલી છે, અહી રાજ ઠાકરેનાં નિર્ણયનાં ઘણા અર્થ નિકળે છે. તેઓ પોતાના પક્ષને વધુ શરમજનક પરિણામોથી બચાવવા માંગતા નથી અને સાથે ઉદ્ધવ પરિવાર સાથે કૌટુંબિક સંબંધ તોડી નાખવા માંગતા નથી.

જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે શું આદિત્યની ચૂંટણીનાં મેદાનમાં પ્રવેશવુ બાલા સાહેબ ઠાકરેની વિચાર વિરોધી નથી, તો તેમણે આ રીતે જવાબ આપ્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હવે સમય બદલાયો છે. ભારતનાં રાજકારણમાં યુવાનોનું મહત્વને ઓછુ ન આંકી શકાય. જ્યાં સુધી આદિત્ય ઠાકરેની ચૂંટણી લડવાની વાત છે તો તે યુવા વિચારને દર્શાવે છે. તેમણે કહ્યું કે તે સાચું છે કે બાળાસાહેબ ઠાકરેનો મત જુદો હતો. પરંતુ તે સમયગાળો જુદો હતો. સમય જતાં પરિવર્તન થાય છે અને રાજકીય પક્ષોએ પણ તેમની ભૂમિકા બદલવી પડે છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 32 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાની યાદી

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.