ઓડિયો વાયરલ બાદ વિવાદ/ દેશનું ખાઈને દેશને બદનામ કરતો આ પોરબંદરના મૌલવીએ એવું તો શું ષડયંત્ર?

પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી એ મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય અને તિરંગાને સલામી ન અપાય તેઓ એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

Top Stories Gujarat Others
Untitled 110 દેશનું ખાઈને દેશને બદનામ કરતો આ પોરબંદરના મૌલવીએ એવું તો શું ષડયંત્ર?

પોરબંદરમાં ત્રણ મુસ્લિમ યુવાનોએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓનું કહેવું છે કે, તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે અને પોતાના જ સમુદાયમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે મૌલવીના એક વાયરલ વીડિયોના આધારે શરિયત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના લીધે આ સતામણી થઇ રહી હોવાનું જણાવ્યું હતું.

પોરબંદરમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ અંગે બકવાસ કરનાર મૌલવી સામે ફરિયાદ નોંધાયા બાદ તેની અટકાયત કરવામાં આવી છે.

Untitled 111 દેશનું ખાઈને દેશને બદનામ કરતો આ પોરબંદરના મૌલવીએ એવું તો શું ષડયંત્ર?

આપને જણાવી દઈએ કે, પોરબંદરની નગીના મસ્જિદના મૌલવી એ મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય અને તિરંગાને સલામી ન અપાય તેઓ એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ  બાબતે મુસ્લીમ સમાજના 3 યુવાનો મૌલવી પાસે પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગાનના વિરોધની વાત અમારા ગળે ઉતરતી નથી તેવું કહેતા મૌલવી અને તેના મળતીયાઓ ઉશ્કેરાઇ ગયા હતા અને આ 3 યુવાનોને બહાર મુસ્લીમ ધર્મમાંથી બહાર કાઢી મુકશું તેમ કહી ધમકીઓ આપી, ગાળો આપીને માર માર્યો હતો.

આ ત્રાસથી આ ત્રણેય યુવાનોએ ગઇકાલે ફીનાઇલ પી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય યુવકોએ ફીનાઇલ આપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ત્રણેયને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આપઘાતનો પ્રયાસ કરનારી યુવકોએ અગાઉ આ મામલે પોલીસ તેમજ ગૃહ મંત્રીને પણ ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, મસ્જિદના આગેવાનો દ્વારા ત્રણેય યુવાનોના આક્ષેપને ફગાવી દેવામાં આવ્યા છે.

બહાર-એ-શરીયત ગ્રુપમાં આવેલ ઓડિયો કલીપમાં મુસ્લીમોએ રાષ્ટ્રગીત “જન ગણ મન, જય હો…જય હો ભારત ભાગ્ય વિધાતા’ ના બોલી શકે તથા તારીખ 26 જાન્યુઆરીના દિવસે ઝંડો લહેરાવી શકાય પણ મુસ્લિમો સલામી ન અપાય તેમ જણાવી રહ્યા છે.

પ્રાથમિક તપાસ દરમિયાન, નગીના મસ્જિદના મૌલાના હાફીઝ વાસીફ રઝાના પ્રવચનને લઈને વિવાદ શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. 20 દિવસ પહેલાં મસ્જિદમાં આવેલા પ્રવચનને લઈને કંઈક મથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ તરફ મસ્જિદના અગ્રણીઓએ આ ત્રણ યુવાનોએ ખોટા આરોપ લગાવ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે આ યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ કહી દીધું અને કહ્યું કે મઝહબી બાબતોના લીધે મનદુઃખ સર્જાયું હોવાથી તેઓ આવા આરોપ કરી રહ્યા છે. ઓડિયોને લઈને તેમણે દાવો કર્યો કે, આવો કોઈ ઑડિયો તેમની સંસ્થામાં રેકોર્ડ થયો નથી કે અમારી સંસ્થામાં કોઈ આવું બોલ્યું નથી.

આ પણ વાંચો:સુરતમાં વાહન ચાલક સાથે મારામારી કરનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ

આ પણ વાંચો:8 વર્ષના બાળકના પિતાનું સારવાર દરમિયાન મોત, સુરત પોલીસે પૂરી પાડી પરિવારની હૂંફ

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત

આ પણ વાંચો:હરિયાણામાં ગાય લેવા ગયા હતા પણ મોત લઈને આવ્યા ગુજરાતી!