apologized/ ચીને આ મામલે અમેરિકાની માંગી માફી,જાણો

ચાઇના ડેઇલીના સમાચાર અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયે આ ઘટના પર નિવેદન જારી કરીને દુખ વ્યક્ત કર્યું છે.

Top Stories World
China apologized to America

China apologized to America: અમેરિકન એરસ્પેસમાં ચીનના ફુગ્ગાને લઈને અમેરિકા અને ચીન સામસામે આવી ગયા હતા. બધાની સામે ઘમંડ દેખાડનાર ડ્રેગન આ મામલે અમેરિકા સામે ઝૂકી ગયો. અમેરિકન એરસ્પેસમાં ‘જાસૂસ બલૂન’ દેખાયા બાદ ચીને આ ઘટના માટે માફી માંગી છે. ચાઇના ડેઇલીના સમાચાર અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયે આ ઘટના પર નિવેદન જારી કરીને દુખ વ્યક્ત કર્યું છે.

ચીનના (China apologized to America) વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “મુખ્યત્વે હવામાન સંશોધન માટે ઉપયોગમાં લેવાતું ચીનનું નાગરિક બલૂન પવનના ઝાપટાંને કારણે તેના હેતુથી ભટકી ગયું હતું.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ચીન પક્ષ યુએસ પક્ષ સાથે વાતચીત ચાલુ રાખશે અને અણધારી પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળશે. એસોસિએટેડ પ્રેસે પહેલાથી જ અમેરિકી અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે અમેરિકા શંકાસ્પદ ચાઈનીઝ સર્વેલન્સ બલૂન પર નજર રાખી રહ્યું છે. તે અમેરિકાના એરસ્પેસમાં જોવામાં આવ્યું છે.

શુક્રવારે સાંજે પેન્ટાગોન વતી (China apologized to America) આ સંબંધમાં એક નિવેદન જારી કરીને માહિતી આપવામાં આવી હતી. પેન્ટાગોનનું કહેવું છે કે વધુ એક ચીની જાસૂસી બલૂન લેટિન અમેરિકા ઉપર ઉડી રહ્યું છે. અમે માનીએ છીએ કે આ ચીનનું બીજું જાસૂસી બલૂન હોઈ શકે છે.ચીને અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે સિવિલ બલૂન છે અને હવામાન સંશોધન માટે છે.

પેન્ટાગોને ચીની સરકારના આ દાવાને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે આ બલૂનનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે બલૂન યુએસમાં ક્યાં છે. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, યુએસ નોર્ધન કમાન્ડ એ નક્કી કરવા માટે નાસા સાથે સંકલન કરી રહ્યું છે કે જો યુએસ ઉપર તરતા બલૂનને નીચે પાડી દેવામાં આવે તો કાટમાળથી શું નુકસાન થઈ શકે છે.

ISRO/સૌથી નાનું રોકેટ લોન્ચ કરવાની તૈયારીમાં ISRO, PSLV હતું તો SSLV ની જરૂર કેમ પડી?

Political/શિવસેનાના આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી આ મામલે ખુલ્લી ચુનોતી