ભાવનગર/ હાર્ટ એટેક અંગે મોરારી બાપુએ કહ્યું, તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ!

મોરારી બાપુએ યુવાનોનો તાળીઓ પાડવાની સલાહ આપી છે. તાળીઓ પાડવાનાં કારણે જૂના જમાનામાં હાર્ટ એટેક આવતા ન હતા. 

Gujarat Others
YouTube Thumbnail 2023 11 06T151808.606 હાર્ટ એટેક અંગે મોરારી બાપુએ કહ્યું, તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ!

Bhavnagar News: રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારી બાપુએ યુવાનોનો તાળીઓ પાડવાની સલાહ આપી છે. તાળીઓ પાડવાનાં કારણે જૂના જમાનામાં હાર્ટ એટેક આવતા ન હતા.  મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે.

જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.

મહુવામાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ જણાવ્યુ કે, ‘આપણાં ગામડામાં જ્યારે કોઇને એટેક આવતો ત્યારે કોઇને ખબર ન હોય કે, એટેક આવ્યો છે. તેઓ કહેતા કે છાતીના પાટિયા બેસી ગયા છે. ઘરના કોઇ અમૃતાંજન કે નીલગીરી ચોપડી દે નહીં તો એનું ફાળિયું લઇને થોડું ભઠ્ઠામાં શેકીને થોડો શેક કરી લે. આટલામાં તો આ ઠેકડો મારીને ઉભા થઇ જાય. આ એટેકની તો ખબર જ નહતી.’ તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાના લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલીને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજો, હાર્ટ એટેક નહિ આવે.

રાજ્યમાં વડોદરામાં ત્રણ, સુરેન્દ્રનગરમાં બે, પાલનપુર, નર્મદા, ભાવનગર, અમરેલી, અરવલ્લી, ધોરાજીમાં હાર્ટએટેકના લીધે એક-એકના મોતના અહેવાલ છે. વડોદરામાં હાર્ટએટેકના લીધે ત્રણના મોત થયા છે. વડોદરામાં ફતેગંજ ખાતે 47 વર્ષીય આધેડનું અને 37 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી નિધન થયું છે. ફતેગંજમાં 47 વર્ષીય આધેડનું હાર્ટએટેકથી નિધન થયું છે. વાઘોડિયા રોડ પર 37 વર્ષનો યુવાન તત્સમકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો તે સમયે તેને ગભરામણ થઈ હતી, તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો, ત્યાં ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યુ હતુ.


whatsapp ad White Font big size 2 4 હાર્ટ એટેક અંગે મોરારી બાપુએ કહ્યું, તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ!


આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો