અમદાવાદ/ વહેલી સવારે Astral કંપની પર IT વિભાગે પાડ્યા દરોડા

મંગળવારની વહેલી સવારે અમદાવાદ શહેરમાં IT વિભાગનાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરનાં સિંધુ ભવન સ્થિત Astral કંપનીની ઓફિસ પર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
Astral કંપની પર દરોડા
  • અમદાવાદ શહેરમાં IT વિભાગના દરોડા
  • ASTRAL કંપની પર IT વિભાગના દરોડા
  • વહેલી સવારે સિંધુ ભવન ઓફિસ પર દરોડા
  • કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો
  • ASTRAL કંપની પાઇપ બનાવતી મોટી કંપની

મંગળવારની વહેલી સવારે અમદાવાદ શહેરમાં IT વિભાગનાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરનાં સિંધુ ભવન સ્થિત Astral કંપનીની ઓફિસ પર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન કંપનીની આસપાસ પોલીસનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, Astral કંપની પાઇપ બનાવતી એક મોટી કંપની છે.

આ પણ વાંચો – ઉજ્જૈન / સંત સમાજનાં વિરોધ બાદ રેલ્વેએ બદલ્યો રામાયણ સ્પેશિયલ ટ્રેનનાં વેઇટર્સનો ડ્રેસ

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેર સ્થિત આવેલી Astral પાઈપ કે જે એક કોર્પોરેટ કંપનીની ઓફિસ છે ત્યા IT વિભાગે દરોડા પાડ્યા છે. Astral કંપનીની આ ઓફિસ પર વહેલી સવારે ઇન્કમટેક્ષ વિભાગની ચાર ટીમે દૌડી આવી હતી. Astral કંપન પર અચાનક વહેલી સવારે IT વિભાગની રેડથી સૌ કોઇ ચોંકી ગયા હતા. મળતી માહિતી અનુસાર, IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ ઉપરાંત સિંધુ ભવન ખાતે Astral ની જે બીજી ઓફિસો આવી છે તેના પર પણ IT વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે. એક ટીમ સાથે SRP નાં પાંચ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી આ કંપની પર IT નાં દરોડા પડ્યા બાદ કંપનીમાં કામ કરતા સ્ટાફ પણ ચોકી થઇ ગયા છે. ઓફિસ પર આવી રહેલા સ્ટાફની અહી પૂછપરછ કરવામા આવી રહી છે. મળતી માહિતી અનુસાર, બેનામી મિલકતો બાબતે એટલે કે જે બેનામી વ્યવહાર કરવામાં આવ્યા જે તે અંગે IT વિભાગ તપાસ કરી રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…