નૌસેના/ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો અમેરિકાથી વિમાન પી-8 આઇ મળ્યો

દરિયાઇ દેખરેખ અને એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાથી સજ્જ પી -8 આઇ વિમાન છે. આ ઉપરાંત આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરે છે.

Top Stories
sena ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો અમેરિકાથી વિમાન પી-8 આઇ મળ્યો

ભારતીય નૌસેનાને અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગ તરફથી દસમો સબમરીન વિરોધી યુદ્ધ વિમાન પી -8 આઇ મળ્યો છે. સંરક્ષણ મંત્રાલયે 2009 માં આઠ પી -8 આઇ વિમાન માટે કરાર કર્યો હતો. બાદમાં વર્ષ 2016 માં આવા ચાર વધુ વિમાન માટે કરાર કરવામાં આવ્યા હતાં.

2016 માં ચાર વધારાના વિમાનો માટે કરારનું આ બીજું વિમાન છે. દરિયાઇ દેખરેખ અને એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાથી સજ્જ પી -8 આઇ વિમાન છે. આ ઉપરાંત આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરે છે.ગયા વર્ષે નવેમ્બરમાં નવમો પી -8 આઇ વિમાન ભારતીય નૌકાદળ દ્વારા પ્રાપ્ત થયું હતું.

આ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ભારતીય નૌકાદળના કાફલાનો એક અભિન્ન ભાગ બની ગયો છે અને 2013 માં તેના સમાવેશ બાદ 30,000 કલાક ઉડાન ભરી છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોઇંગ નૌકાદળના ક્રૂને તાલીમ આપે છે અને ભારતના વધતા જતા પી -8 આઈના કાફલા માટેના સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. આ સિવાય તે અનેક પ્રકારની મદદ પણ પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે આ વિમાન પી-8 મળતાં ભારતીય નો સેનાની મજબૂતી વધશે અને સેનામાં એક ઉત્સાહ જોવા મળશે, મોદી સરકાર સંરક્ષણના બજેટમાં વધારો કરી રહી છે. અને દેશની સુરક્ષા માટે સજાગ રહે છે.