અભયમ હેલ્પલાઇન/ સુરતમાં 181 અભયમ ટીમે યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ

બારડોલી પાસે યુવતીને હેમખેમ ઘરે પહોચાડતી 181 અભયમ

Gujarat
surat સુરતમાં 181 અભયમ ટીમે યુવતીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ

રાજયની અભયમ સેવાથી મહિલા સંબધિત કેસોનું સુખદ નિવારણ આવે છે. આ સેવા રાજયભરમાં વરદાન સાબિત થઇ છે. સુરત જિલ્લાના બારડોલી-પલસાણા હાઈ-વે ઉપર એક અજાણી યુવતીને કેટલાક દિવસોથી રઝળતી હાલતમાં જોઈને સેવાભાવી વ્યક્તિએ રાજ્યની 181-મહિલા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. 181-અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે તરત ઘટના સ્થળે જઈને આ યુવતી સાથે સંવાદ સાધ્યો હતો.

આ યુવતી ડાંગ જિલ્લાની હોવાનું અને તેણી અહીં ભૂલી પડી ગઈ છે તેવું જાણવા મળ્યું.ઘરે કંઈ રીતે જવું તે નક્કી કરી શકતી ન હતી. તેમ ફલિત થયું હતું. ત્યાર બાદ અભયમ્ રેસ્કયુ વાનના કર્મયોગીઓએ આ યુવતી સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરતા તે આહવા તાલુકાના ચીંચલી ગામની છે અને તેણીના પિતાનું નામ શિવાજી છે. તેમનુ સંપર્ક કરવામાં આવ્યું હતું.

બારડોલીની ટીમે આહવા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા આહવાની 181-અભયમ્ મહિલા હેલ્પલાઇન પાસે આ કેસ આવ્યો હતો.આહવાની આ ટીમે ચીંચલી ખાતે તપાસ કરતા માહિતી સાચી છે તેની જાણ થઇ હતી. જેથી બારડોલીની ટીમે નવસારીની અભયમ્ ટીમ મારફતે આ યુવતીનો કબ્જો આહવા ટીમને સોંપતા આહવા ટીમે આ યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.