Not Set/ જયારે પતિએ વૉટ્સએપ પર ગ્રુપ બનાવી પોતાની જ પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કર્યા .. જાણો પછી શું થયું …

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા  એ સામાન્ય બાબત છે. મોટા ભાગે દરેક ઘરમાં આ ઝઘડા થતા હોય છે. અને સમી પણ જાય છે. અને જીવનની ગાડી આગળ ધપે છે. પરંતુ કયારેક આ ઝઘડા વરવું રૂપ ધારણ કરે છે અને વાત છૂટાછેડા સુંધી પહોચે છે. જે પણ આજના જમાના પ્રમાણે બહુ સામાન્ય બાબત છે. પરંતુ આજે  અમે તમને આ […]

Ahmedabad Gujarat
trust જયારે પતિએ વૉટ્સએપ પર ગ્રુપ બનાવી પોતાની જ પત્નીના ન્યૂડ ફોટો વાયરલ કર્યા .. જાણો પછી શું થયું ...

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા  એ સામાન્ય બાબત છે. મોટા ભાગે દરેક ઘરમાં આ ઝઘડા થતા હોય છે. અને સમી પણ જાય છે. અને જીવનની ગાડી આગળ ધપે છે. પરંતુ કયારેક આ ઝઘડા વરવું રૂપ ધારણ કરે છે અને વાત છૂટાછેડા સુંધી પહોચે છે. જે પણ આજના જમાના પ્રમાણે બહુ સામાન્ય બાબત છે. પરંતુ આજે  અમે તમને આ ઝઘડા આજના જમાના માં કેવા રૂપ લઇ શકે તે જણાવીશું તો તમારા પગ નીચે થી જમીન સરકી જશે. આવો જ એક કિસ્સો અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે નોધાયો છે.

જેમાં ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાના ગુસ્સાને કાબુ માં નાં રાખી શકતા એવું પગલું ભર્યું કે ના પૂછો વાત…! અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે નોધાયેલ કિસ્સો પણ કઈક આવો જ વિચિત્ર છે. જેમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડોમ થયા બાદ પતિએ પત્નીના ન્યૂડ ફોટા વૉટ્સએપ પર ગ્રુપ બનાવી ફરતા કરી દીધા છે. કાગડાપીઠ પોલીસે આ અંગે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના ગીતામંદિર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી 29 વર્ષીય મહિલાએ આઠ મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા. બંને પતિ-પત્ની લગ્ન બાદ મકરબા વિસ્તારમાં  મકાનમાં ભાડે રાખી રહેતા હતા. લગ્નના બે માસ બાદ પતિએ-પત્ની સાથે ઝઘડા શરૂ કર્યા હતા. પિયરમાંથી દસ લાખ રૂપિયા દહેજ લાવવાનું કહી પતિ તેને અવારનવાર માર મારતો હતો. અને સાથે તેને બિભત્સ ગાળો પણ બોલતો હતો.

થોડા દિવસ અગાઉ બંને વચ્ચે ઝઘડો થતાં યુવતી તેના પિયરમાં આવી ગઇ હતી. અને ત્યારે જ તેને જાણ થઇ કે તેના જ નામનું એક વોટ્સએપ ગ્રુપ છે અને તેમાં તેના ન્યૂડ ફોટો અપલોડ થયા છે. મહિલાએ તપાસ કરી તો ખબર પડી કે આ ફોટો તેના પતિએ વાયરલ કર્યા  હતા. મહિલાના પતિ આ પહેલા પણ તેના ન્યુડ ફોટો વાયરલા કરી ચુક્યો હતો. અગાઉ તેણે તેણીના ભાઇ અને ઘરના અન્ય સભ્યોને વૉટ્સએપથી ફોટા મોકલ્યા હતા.

ફરીવાર પતિએ આ હરકતનું રીપીટેશન કરતા, મહિલા કાગડાપીઠ પોલીસસ્ટેશન પહોંચી હતી. જ્યાં મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.