સુરત/ બે મહિનાથી સુરત પોલીસને હંફાવનારા ગુડ્ડુ પોદારની નાટ્યાત્મક રીતે ધરપકડ

બે મહિનાથી પોલીસને હંફાવનારા ગુડ્ડુ પોદારની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ગુડ્ડુ પોદાર કોર્ટમાં સરેન્ડર કરવા માંગતો હતો પરંતુ તેને ક્રાઈમ બ્રાન્ચ બહારથી જ ઊંચકી લેવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

Gujarat Surat
સુરત

@અમિત રૂપાપરા 

સુરતના બિલ્ડરોને ડાયરીના નામે ધંધે લગાડી દેનારા વેસુના ગુડ્ડુ પોદારને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતના મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયાએ માર્ચ મહિનામાં અમદાવાદમાં એક જ સ્યુસાઈડ નોટ લખી વિડીયો વાયરલ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આપઘાતની દુષપ્રેરણા બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં ગુડ્ડુ પોદારનું નામ સામે આવ્યું હતું.

આ ગુડ્ડુ પોદારે મોટા વરાછાના બિલ્ડર અશ્વિનને તેના પ્રોજેક્ટના ફ્લેટ વેચી દેવાનું કહી 10 ડાયરી લખાવી લીધી હતી અને અંતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ છે ગુડ્ડુ પોદારની સાથે ધીરુ હિરપરા, પરેશ વાડોદરિયા, રજની કાબરીયા અને જીગ્નેશ સહિતના લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીની આગેવાનીમાં એક SITની રચના કરવામાં આવી હતી અને ફરાર થયેલા ગુડ્ડુ પોદારને પકડવાની કામગીરી પોલીસે હાથ ધરી હતી. તો છેલ્લા બે મહિનાથી આ ગુડ્ડુ પોદાર પોલીસ પકડથી દૂર હતો અને અંતે તે કોર્ટમાં સરેન્ડર થવા જઈ રહ્યો હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ક્રાઈમ બ્રાન્ચ બહારથી જ આ ગુડ્ડુને ઊંચકી લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે.

મહત્વની વાત છે બિલ્ડર પ્રકાશ લીમ્બાચીયા દ્વારા મોટા વરાછામાં એમ્પોરિયમ ગેલેક્સી, ડીંડોલીમાં પ્રગતિ અને પાન ડેવલોપર્સના નામે તેમજ ડીંડોલી ખરવાસા રોડ પર ઉત્સવ અને આંગન રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને આ ત્રણેય પ્રોજેક્ટમાં બિલ્ડર પાસેથી દુકાન મકાન અને ફ્લેટની 42.12 કરોડની ડાયરી બનાવી હતી અને બિલ્ડર સાથે 32.52 કરોડની છેતરપિંડી કરી હતી. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુડ્ડુ પોદારની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે