વિવાદ/ લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં, નિયમો તોડી કર્યો ડાયરો

કોરોના મહામારીમાં એક પછી એક કલાકારો વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં ફરી એકવાર ગીતા રબારી વિવાદમાં આવી છે. લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકરોનું વધુ એકવાર વિવાદમાં આવ્યાં છે.

Gujarat Others
A 201 લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં, નિયમો તોડી કર્યો ડાયરો
  • લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં
  • ગીતા રબારીનો ડાયરાનો વીડિયો વાયરલ
  • ભુજ ખાતે રેલડી ફાર્મ હાઉસમાં યોજાયો ડાયરો
  • ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
  • ડાયરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • નિલેશ ગઢવી, લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત
  • ડાયરાનો વીડિયો કયારનો?-તે ચર્ચાનો વિષય
  • મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

કોરોના મહામારીમાં એક પછી એક કલાકારો વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં ફરી એકવાર ગીતા રબારી વિવાદમાં આવી છે. લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકરોનું વધુ એકવાર વિવાદમાં આવ્યાં છે.ભુજ નજીક રેલડી ફાર્મ હાઉસમાં ડાયરાનો કાર્યક્રમ કર્યો હતો.  ગીતા રબારી,નિલેશ ગઢવી તેમજ લક્ષમણ બારોટ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. ડાયરાના કાર્યક્રમમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યાં છે.

આ પણ વાંચો :મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, પિયરથી જાનથી મારી નાંખવાની ધમકી મળતા કર્યું આવું..

કચ્છમાં ગીતા રબારીના ડાયરાના કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કોરોનાકાળમાં અઢીસોથી વધુ એકઠા થયેલા છે. કાર્યક્રમમાં નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારો અને લોકોએ વીડિયો શેર કર્યો છે. પેડી પ્રસંગે યોજાયેલા ડાયરામાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી, નિલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી.

લોકડાઉન દરમિયાન કોરોના ગાઈડલાઈનના ભંગ કરતા ગીતા રબારીના આવા 3 કિસ્સાઓ ચર્ચામા આવ્યા છે, જેમાં તેમણે વિવાદ ઉભો કર્યો છે. તાજેતરમાં જ વેક્સીન ઘરે લેવા મામલે ચર્ચામાં સરકારથી લઇ સ્થાનિક તંત્રના ઠપકાનો સામનો પણ કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :એસ જયશંકરે પાક પર સાધ્યું નિશાન, આતંકવાદ સામે અપનાવો ‘ઝીરો ટોલરેંસ’ નીતિ

આપને જણાવી દઈએ કે, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું.

આ પણ વાંચો :ભૂકંપનાં ઝટકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 4.5 ની તીવ્રતા