Not Set/ અમદાવાદ/ શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં કાઉન્સિલર શહેઝાદ ખાનના અંશત: જામીન મંજુર 

અમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા ૧ મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉલ્લેખનિય છે કે,  દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સેસન્સ કોર્ટે અંશતઃ મંજુર કરી છે. […]

Ahmedabad Gujarat
shahejad khan pathan 1 અમદાવાદ/ શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં કાઉન્સિલર શહેઝાદ ખાનના અંશત: જામીન મંજુર 

અમદાવાદ CAAના વિરોધમાં થયેલ હિંસા બાબતે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથમાં લેવામાં આવી હતી. શાહઆલમ વિસ્તારમાં ભડકેલી હિંસાના મામલામાં કોર્પોરેટર શહેઝાદ ખાન પોલીસ પર પથ્થરમારાના કેસમાં છેલ્લા ૧ મહિનાથી સેન્ટ્રલ જેલમાં બંધ છે.

ઉલ્લેખનિય છે કે,  દાણીલીમડાના કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સેસન્સ કોર્ટે અંશતઃ મંજુર કરી છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં સતત બે વાર શહેઝાદ ખાન ગેરહાજર રહ્યો હતો. જેથી કોર્પોરેશનના નિયમો એવા છે કે કોઈ કાઉન્સિલર સતત ત્રણ વાર જો સભામાં ગેરહાજર રહે તો તેનું  સભ્ય પદ જોખમમાં આવી શકે છે. અને ૨૯મી જાન્યુઆરીએ શહેઝાદ માટે ત્રીજી અને અંતિમ સભામાં હાજરી ની જરુર છે, અને તે કારણસર શહેઝાદએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે કોર્ટે પાંચ કલાક માટે મંજુર કરી હતી. આગામી ૨૯મી જાન્યુઆરીએ શહેઝાદ ખાનને પાંચ કલાક માટે સેન્ટ્રલ જેલમાંથી મુક્તિ મળશે.