Not Set/ અમદાવાદ : સાધુ બનેલા યુવાન પુત્ર વિરુદ્ધ દિવ્યાંગ માતા-પિતાએ કરી અરજી, માંગ્યું ભરણ-પોષણ

અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ દંપતીએ પોતાના પુત્ર વિરુદ્ધ અરજી દાખલ કરીને ભરણ-પોષણ માટે આર્થિક સહાયતાની માંગ કરી છે. ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા અધિકારણના એક કાઉન્સેલિંગમાં 64 વર્ષીય લીલાભાઇ અને એમના પત્નીએ એક અરજી દાખલ કરતા પુત્ર ધર્મેશ પાસે ભરણ-પોષણ માટે સહાયતા આપવાની માંગ કરી છે. દંપતીનું કહેવાનું છે કે એમના પુત્રનું કોઈએ સતત બ્રેનવોશ કરતા, સાધુ […]

Top Stories Gujarat
1520326764 buddhist 737275 1280 અમદાવાદ : સાધુ બનેલા યુવાન પુત્ર વિરુદ્ધ દિવ્યાંગ માતા-પિતાએ કરી અરજી, માંગ્યું ભરણ-પોષણ

અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ દંપતીએ પોતાના પુત્ર વિરુદ્ધ અરજી દાખલ કરીને ભરણ-પોષણ માટે આર્થિક સહાયતાની માંગ કરી છે. ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા અધિકારણના એક કાઉન્સેલિંગમાં 64 વર્ષીય લીલાભાઇ અને એમના પત્નીએ એક અરજી દાખલ કરતા પુત્ર ધર્મેશ પાસે ભરણ-પોષણ માટે સહાયતા આપવાની માંગ કરી છે.

દંપતીનું કહેવાનું છે કે એમના પુત્રનું કોઈએ સતત બ્રેનવોશ કરતા, સાધુ બની ગયો છે. અને પરિવારથી દૂર રહેવા લાગ્યો છે. વળી, દિવ્યાંગ દંપતીને વૃદ્ધાવસ્થાના કારણે ખુબ તકલીફ પડી રહી છે.

b32a2ec344b85ec7fa35dd614860f40e e1536658374793 અમદાવાદ : સાધુ બનેલા યુવાન પુત્ર વિરુદ્ધ દિવ્યાંગ માતા-પિતાએ કરી અરજી, માંગ્યું ભરણ-પોષણ

અમદાવાદમાં રહેતા લીલાભાઇ એક સરકારી વિભાગના નિવૃત્ત કર્મચારી છે. અને એમના પત્ની ભીખીબેન એમની સાથે રહે છે. લીલાભાઈનું કહેવાનું છે કે એમણે એમના પુત્ર ધર્મેશને લગભગ 20 લાખ રૂપિયાના ખર્ચે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાંથી માસ્ટર ઈન ફાર્મસીનો કોર્સ કરાવ્યો હતો. આ કોર્સ બાદ ધર્મેશને પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી પણ મળી ગઈ હતી. પરંતુ આ દરમિયાન સતત બ્રેનવોશના કારણે ધર્મેશે સાધુ બનવાનો ફેંસલો કર્યો અને પરિવારથી દૂર રહેવા લાગ્યો.

લીલાભાઈના જણાવ્યા મુજબ, આ ફેંસલા બાદ પરિવારજનોએ ધર્મેશને ગૃહસ્થ જીવનમાં લાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ ધર્મેશ માન્યો નહિ. એટલું જ નહિ પરિવારમાં કોઈ અન્ય આવકનો સ્ત્રોત ના હોવાના કારણે દૈનિક ભરણ પોષણની તકલીફ થવા લાગી. લીલાભાઈએ કહ્યું કે મોટા પુત્ર ધર્મેશે સાધુ બનીને ઘરથી દૂર રહેવાનો ફેંસલો કર્યો છે. વળી, નાના પુત્રની માનસિક સ્થિતિ એવી નથી કે એ પરિવારની દેખભાળ કરી શકે.

97528004 silhouette of a sad disabled man with a cane in his hand by the river and his reflection અમદાવાદ : સાધુ બનેલા યુવાન પુત્ર વિરુદ્ધ દિવ્યાંગ માતા-પિતાએ કરી અરજી, માંગ્યું ભરણ-પોષણ

આ અરજીની સુનાવણી કરતા ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા પ્રાધિકરણના અધિકારીએ જણાવ્યું કે ધર્મેશને માતા-પિતાના ભરણ-પોષણ માટે કોઈ વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે લીલાભાઈની માંગ છે કે એમણે ધર્મેશના ભણતર પર જે 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા, એ એમની પાછા મળી જાય.