Gujarat Crime News/ ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, રૂ.433 કરોડની જંગમ મિલકત સાથે સોનું અને રોકડ જપ્ત કરી

અમદાવાદમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ દરોડા પાડતા રૂ.433 કરોડની ક્રિપ્ટોકરન્સી,સોનું અને રોકડ જપ્ત કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 02T150917.401 ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, રૂ.433 કરોડની જંગમ મિલકત સાથે સોનું અને રોકડ જપ્ત કરી

અમદાવાદમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ દરોડા પાડતા રૂ.433 કરોડની ક્રિપ્ટોકરન્સી,સોનું અને રોકડ જપ્ત કરી છે. આ દરોડામાં EDએ દિવ્યેશ દરજી, સતીષ કુભાણી અને શૈલેષ ભટ્ટ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ED ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં મનીલોન્ડરિંગ એકટ મુજબ ક્રિપ્ટોકરન્સી,સોનુ અને કેશ જપ્ત કર્યા છે. ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં EDએ યુકે સ્થિત ક્રિપ્ટો કંપનીનું સંચાલન કરનાર એશિયાના વડા દિવ્યેશ દરજીની અટકાયત કરી છે. આ સાથે ગુજરાતમાં મની લોન્ડરિંગ કેસમાં રૂ.433 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં લોકોને મોટું વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવે છે.

સોમવારે EDએ જણાવ્યું કે PMLA 2002ની જોગવાઈઓ હેઠળ મિલકત જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત CIDમાં દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી અને શૈલેષ ભટ્ટ અને અન્ય લોકોની સંડોવણી હોવાનું ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદના આધારે તપાસ કરતા ઇડીએ તમામ સંદિગ્ધ શકમંદને ત્યાં દરોડા પાડી જંગમ મિલકત જપ્ત કરી. અને વિવિધ કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવેલ આરોપીઓની અટકાયત કરી. શહેરમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધ્યા છે. ગત વર્ષે ગુજરાતમાં બેટિંગ એપ દાની ડેટા એપ્લિકેશનનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં ગુજરાત સહિત દેશભરમાં 14 ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા