Political/ જલિયાવાલા બાગ સ્મારક સ્થળનાં પુનઃનિર્માણ પર રાહુલ ગાંધીએ ઠાલવ્યો ગુસ્સો

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ સ્મારક સ્થળનાં પુનઃનિર્માણ કર્યા બાદ તેની ભવ્યતાને લઇને સોશિય મીડિયામાં ઉઠી રહેલા સવાલોને ટાંકતા મંગળવારે આરોપ લગાવ્યો હતો..

Top Stories India
1 375 જલિયાવાલા બાગ સ્મારક સ્થળનાં પુનઃનિર્માણ પર રાહુલ ગાંધીએ ઠાલવ્યો ગુસ્સો

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ સ્મારક સ્થળનાં પુનઃનિર્માણ કર્યા બાદ તેની ભવ્યતાને લઇને સોશિય મીડિયામાં ઉઠી રહેલા સવાલોને ટાંકતા મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, આ શહીદોનું અપમાન છે અને આ તે જ કરી શકે છે જે શહાદતનો અર્થ ન જાણતો હોય. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં પોતાને પણ શહીદનો પુત્ર ગણાવ્યો છે.

આ પણ વાંચો – પ્રતિબંધ / CM યોગી આદિત્યનાથનું એલાન, મથૂરામાં દારૂ અને માસનાં વેચાણમાં લાગશે પ્રતિબંધ

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ સ્મારકમાં થયેલા ફેરફારોને શહીદોનું અપમાન ગણાવ્યું છે. આ વિષય પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જલિયાવાલા બાગનાં શહીદોનું આવું અપમાન માત્ર તે જ કરી શકે છે જે શહીદીનો અર્થ નથી જાણતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું એક શહીદનો પુત્ર છું અને શહીદોનું અપમાન કોઈપણ ભોગે સહન નહીં કરું. અમે આ અભદ્ર ક્રૂરતાની વિરુદ્ધ છીએ. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જલિયાવાલા બાગનાં રિનોવેટેડ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જેના માટે વડાપ્રધાન મોદીની ઘણી ટીકા થઈ રહી હતી. તાજેતરમાં ઇતિહાસકાર ઇરફાન હબીબે કહ્યું હતું કે આ સ્મારકોનું કોર્પોરેટકરણ છે. આધુનિક માળખાનાં નામે, તેઓ તેમની અમૂલ્ય કિંમત ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચો – Tokyo Paralympics / ભારતને મળ્યો વધુ એક મેડલ, શૂટિંગમાં સિંહરાજ અઘાનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ડાબેરી પક્ષનાં નેતા સીતારામ યેચુરીએ પણ જલિયાવાલા બાગનાં નવીનીકરણની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, આ આપણા શહીદોનું અપમાન છે. બૈસાખી માટે ભેગા થયેલા હિન્દુ, મુસ્લિમ, શીખોનાં જલિયાવાલા બાગ નરસંહારે આપણી આઝાદીની લડતને વેગ આપ્યો, જે લોકો આઝાદીની લડતથી દૂર રહ્યા તેઓ જ આવું કામ કરી શકે છે. કોંગ્રેસનાં નેતા હસીબાએ કહ્યું કે, જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ઉજવણી જેવું શું છે, જ્યાં લાઇટ અને અવાજની જરૂર હોય.