Not Set/ કાનપુર/ ડીએમ કમ્પાઉન્ડમાં પ્રેમી યુગલે ઝાડથી લટકી લગાવી ફાંસી

શનિવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએમ કમ્પાઉન્ડમાં એક પ્રેમી યુગલે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહ મોડી રાત્રે ઝાડમાંથી લટકતા મળી આવતા હાહાકાર મચી ગયો હતો. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઝાડમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સંબંધીઓએ જણાવ્યું હતું કે બંને મિત્રો છે, પરંતુ છોકરાની […]

India
f7f4091209cede4ec48b26ed46c13f52 કાનપુર/ ડીએમ કમ્પાઉન્ડમાં પ્રેમી યુગલે ઝાડથી લટકી લગાવી ફાંસી
f7f4091209cede4ec48b26ed46c13f52 કાનપુર/ ડીએમ કમ્પાઉન્ડમાં પ્રેમી યુગલે ઝાડથી લટકી લગાવી ફાંસી

શનિવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએમ કમ્પાઉન્ડમાં એક પ્રેમી યુગલે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહ મોડી રાત્રે ઝાડમાંથી લટકતા મળી આવતા હાહાકાર મચી ગયો હતો. બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને ઝાડમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સંબંધીઓએ જણાવ્યું હતું કે બંને મિત્રો છે, પરંતુ છોકરાની બીજી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. આ પછી બંનેએ આ ભયાનક પગલું ભર્યું. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

મામલો સિવિલ લાઇન્સ સ્થિત ડી.એમ. કમ્પાઉન્ડનો છે. અહીં રહેતા રવિ ઉર્ફે પિન્ટુ અને પાડોશી શિખા ઉર્ફે બ્લુએ મોડી રાતે પોતાને ફાંસી આપી હતી. મળતી માહિતી પ્રમાણે રવિ અને શિખા એક બીજાને ચાહતા હતા, પરંતુ રવિના લગ્ન તેના પરિવારજનો દ્વારા બીજે ક્યાંય નક્કી થયા હતા. અલગ થવાના ડરથી રવિ અને શિખાએ મોડી રાતે પોતાને ફાંસી આપી હતી. રાત્રે બંને ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બંનેની લાશ કેમ્પસનાં એક ઝાડ પરથી લટકેલી હાલત મળી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી કોતવાલી પોલીસે મૃતદેહોને કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. કોતવાલી પોલીસનાં જણાવ્યા મુજબ કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. ડીએસપી કાનપુર બ્રજનારાયણસિંહે જણાવ્યું કે છોકરા અને યુવતીએ આત્મહત્યા કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.