Not Set/ હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર ઠેર પ્રતીક ઉપવાસ, મહેસાણામાં પાટીદારોની અટકાયત, VIDEO

મહેસાણા પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના નવ દિવસ પછી હવે રાજ્યભરમાંથી તેના ટેકામાં પાટીદારો આવી રહ્યાં છે.હાર્દિકના ટેકામાં મહેસાણામાં પાટીદારોએ રામધૂન બોલાવી હતી.મહેસાણના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય પાટીદારો મળીને કુલ 14ની અટકાયત કરી હતી. […]

Top Stories
Hardik Patel 4 હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર ઠેર પ્રતીક ઉપવાસ, મહેસાણામાં પાટીદારોની અટકાયત, VIDEO

મહેસાણા

પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસના નવ દિવસ પછી હવે રાજ્યભરમાંથી તેના ટેકામાં પાટીદારો આવી રહ્યાં છે.હાર્દિકના ટેકામાં મહેસાણામાં પાટીદારોએ રામધૂન બોલાવી હતી.મહેસાણના ટહુકો પાર્ટી પ્લોટ નજીક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ આપતા પોલીસે મહેસાણાના પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીશ પટેલ અને નરેન્દ્ર પટેલની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય પાટીદારો મળીને કુલ 14ની અટકાયત કરી હતી.

પોલિસનું કહેવું હતું કે પ્રતીક ઉપવાસ અને રામધુનના કાર્યક્રમની પરવાનગી નહીં હોવાને કારણે અટકાયત કરવામાં આવી છે.

હાર્દિકના સમર્થનમાં મહેસાણા સહિત ગુજરાતમાં પાટીદારો ફરી મેદાનમાં આવી ગયા છે. સુરતમાં પણ પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં ઠેક ઠેકાણે પ્રતિક ઉપવાસ પર બેઠા છે.પ્રતીક ઉપવાસ જણાવ્યા પ્રમાણે આંઘળી, બહેરી, સરકાર સુધી અમારો અવાજ હજુ સુધી નથી પહોંચ્યો,સરકાર અંગ્રેજ બની રહી છે. પાટીદારો પર અમાનુષી અત્યાચાર પણ થઈ રહયા છે. જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં પાટીદાર સમાજ ઉગ્ર આંદોલન કરે તો તેના જવાબદાર પણ સરકાર રહેશે,

હાર્દિકના સમર્થનમાં ગામેગામ પ્રતિક ઉપવાસ અને ધૂન સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. શનિવારે પાટીદારોના ઉપવાસના મેસેજ વાયરલ થતાં વિસનગર મામલતદાર કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. મહેસાણાના પરામાં રાત્રે રામધૂન યોજાઇ હતી.

ઊંઝાના ટુંડાવ ગામે પોલીસે ઉપવાસ સ્થળ સામે વાંધો લેતાં પાટીદારોએ મંદિરમાં બેસીને શિવધૂન કરી હાર્દિકને સમર્થન આપ્યું હતું. તો વિસનગરના વાલમ, દેણપ તેમજ વિજાપુરના રામપુરા કોટ, મોતીપુરા સહિતના ગામોએ પ્રતીક ઉપવાસ અને ધૂનના કાર્યક્રમ યોજી સરકાર સામે શાંત મોરચો ખોલી દીધો છે