Not Set/ એક અનોખું પ્રાચીન શિવ મંદિર કે જ્યાં શિવલિંગની પૂજા કરવા આવે છે નાગ

ભગવાન શંકરના પૂરા વિશ્વમાં અનેક  મંદિરો છે, જેની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. શ્રાવણના મહિનામાં આ મંદિરોમાં ભોલે શંકરના ભક્તોની ભીડ દરરોજ કરતાં વધારે જોવા મળે છે. એ સામાન્ય વાત છે કે પરંતુ સાપને મંદિરમાં પૂજા કરતા કદાચ જ કોઇને જોયા અને સાંભળ્યા હશે. જી હા સાંભળવામાં હેરાન કરનારી આ વાત સત્ય છે. આ વાત […]

Trending
Ruined Shiva Temple Kera Kutch Gujarat એક અનોખું પ્રાચીન શિવ મંદિર કે જ્યાં શિવલિંગની પૂજા કરવા આવે છે નાગ

ભગવાન શંકરના પૂરા વિશ્વમાં અનેક  મંદિરો છે, જેની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. શ્રાવણના મહિનામાં આ મંદિરોમાં ભોલે શંકરના ભક્તોની ભીડ દરરોજ કરતાં વધારે જોવા મળે છે. એ સામાન્ય વાત છે કે પરંતુ સાપને મંદિરમાં પૂજા કરતા કદાચ જ કોઇને જોયા અને સાંભળ્યા હશે. જી હા સાંભળવામાં હેરાન કરનારી આ વાત સત્ય છે.

આ વાત છે  ઉત્તર પ્રદેશ આગ્રા પાસે આવેલા પ્રાચીન શિવ મંદિરની.

આગ્રાની પાસે સ્થિતિ ગામ સલેમાબાગના એક પ્રાચીન શિવ મંદિરમાં કોઇ પુજારી નહીં પરંતુ નાગ શિવલિંગની પૂજા કરે છે.

આ મંદિરની રસપ્રદ વાતોના કારણે અહીંયા શિવરાત્રિ અને શ્રાવણમાં હજારો શ્રદ્ઘાળુદર્શન કરવા આવે છે. આ મંદિરમાં દર્શન કરવા માટે શિવરાત્રિ ઉપરાંત અન્ય દિવસો પણ ભક્તોની ભીડ રહે છે. આ પ્રાચીન મંદિરમાં શિવની પૂજા કરવા માટે એક નાગ 15 વર્ષથી દરરોજ આવે છે. આ નાગ દરરોજ મંદિરમાં આશરે 5 કલાક સુધી રહે છે અને ભગવાનની પૂજા કરે છે. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિક હજુ સુધી આ નાગનું અહીંયા આવવાનું કારણ જાણી શક્યા નથી.

નાગ આ મંદિરમાં આશરે 10 વાગ્યે આવે છે અને બપોરે 3 વાગ્યે પરત ફરે છે. લોકો અહીંયા આ મંદિર અને નાગના દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુઓને આ સાપનો કોઇ ડર લાગતો નથી અને ક્યારેય કોઇને નુકસાન પહોંચાડયું નથી.

પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે. આ કારણે શ્રદ્ધાળુ શિવજીની પૂજા કરવા માટે દૂર દૂરથી આવે છે. આમ તો આ મંદિરમાં નાગના પ્રવેશ બાદ દ્વાર બંધ કરી દેવામાં આવે છે પરંતું તેમ છતાં નાગના દર્શન કરવા માટે લોકો મંદિરની બહાર ઊભા રહે છે.